મંગળવાર સવારે ગણદેવી ના સાલેજ ગામે ગણદેવી નવસારી સ્ટેટ હાઇવે પર ગણદેવી તાલુકાના અમલસાડ થી વાયા કછોલી, કોલવા થઈ નવસારી જતી એસટી બસના ચાલકે સાલેજ માયાતલાવડી પાસે ખીચોખીચ 90 મુસાફરો ભરેલી બસ પરનો કાબૂ ગુમાવતા બસ રોડ સાઇડે ખેતરમાં પાંચ ફૂટ ઉતારી દીધી હતી. જેમાં 22 મુસાફરો ઘવાયા હત. જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી. જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બસ ચાલકે સામેથી આવતા બાઇકચાલકને બચાવવાના ચક્કરમાં ઘટના બની હોવાનું પોલીસને જણાવ્યું હતું.

ગુજરાત એસ.ટી. નિગમનું જિંગલ કે સલામત સવારી એસ.ટી. અમારી ના બણગા ધરાર જુઠ્ઠા સાબિત થઈ રહ્યા છે. હવે એસ.ટી. ની સવારી નથી રહી સલામત સવારી. જેની એક ઘટના મંગળવારે સવારે ઘટી હતી. મંગળવારે સવારે 8:55 કલાકે ગણદેવી તાલુકાના અમલસાડ ડેપોથી 90 મુસાફરો ભરી બસ નં. જીજે 18 ઝેડ 0369 ને લઇ ચાલક અમિત ચાવડા અને મહિલા કંડક્ટર સરોજ માહયાવંશી અમલસાડ થી સાલેજ થઈ નવસારી તરફ જવા નીકળ્યા હતા. એસ.ટી. બસોના રોજિંદા ધાંધિયા ને કારણે આ વિસ્તારમાં એસ.ટી. બસના રૂટ ખુબજ ઓછા છે. જેને કારણે નવસારી તરફ જવા નીકળેલ આ એસ.ટી. બસમાં ખીચોખીચ 90 જેટલા મુસાફરો સવાર હતા. એસ.ટી. બસ રોજિંદા નિત્યક્રમ પ્રમાણે જઈ રહી હતી.

દરમિયાન સાલેજ થી નીકળી ગણદેવી નવસારી મુખ્ય માર્ગ પર બસ જઈ રહી હતી. જ્યારે દરમિયાન બસ 9:30 કલાકે પુરપાટ ઝડપે દોડી રહી હતી. ત્યારે મુસાફરો કઈ સમજે તે પહેલાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બસ સાલેજ માયા તલાવડી પાસે રોડ સાઇડે પાંચ ફૂટ જેટલી દૂર ખેતરમાં ઉતરી જતા મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા. તેમજ અને એકદમ જોરદાર અવાજ સાથે બસ અટકી પડી હતી. જેને કારણે મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી. ઘટના જોતાજ સ્થાનિકો અને તે માર્ગે પસાર થતાં લોકો તુરંત બસ ના મુસાફરોની મદદે દોડી ગયાં હતાં.

ઘટનાને પગલે માર્ગ પરનો ટ્રાફિક પણ અટકી પડ્યો હતો. મુસાફરો ઘભરાઈ ને જ્યાં જગ્યા મળે ત્યાંથી બારીમાંથી નીકળવા માંડ્યા હતા. અકસ્માત જોતા કોઈ મોટી હોનારત સર્જાઈ હોવાનો લોકોને ધ્રાસકો પડ્યો હતો. અન્ય લોકો મુસાફરોની મદદ કરી તેમને બસ માંથી બહાર કાઢવાના કામે લાગ્યા હતા. જ્યાં સ્થાનિકોએ તુરંત 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતાં એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો મારફત ઘાયલો ને નવસારી સિવિલ હોસ્પિટલ અને ગણદેવી સામૂહિક આરોગ્ય કેન્દ્રખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી. બનાવ બાદ નવસારી એસટી ડેપો સ્ટાફ, ગણદેવી મામલતદાર અશોક નાઇક, સર્કલ કે.પી.નાગર, ગણદેવી પીએસઆઇ કે. કે. સુરતી ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

બસ અકસ્માત ઇજાગ્રસ્ત મુસાફરો
કોકિલા શુકકરભાઈ તલાવીયા(45), કછોલી, કુસુમ ભગુભાઈ હળપતિ(35), કોલવા, રમીલા રાકેશભાઈ હળપતિ(35), કછોલી, રૂતા કમલેશભાઈ પટેલ(21), કછોલી, રાકેશ બાલુભાઈ હળપતિ (42), કછોલી, વૈશાલી હિતેશભાઈ નાયકા(37), અમલસાડ, વૈશાલી નરેશભાઇ નાયકા (19), ધમડાછા, રફીક અહમદ ઇસ્માઇલ શેખ(55), ધમડાછા, લતા દિલીપભાઈ હળપતિ(45), કછોલી, હેમલતા ભરતભાઇ હળપતિ(42), ધમડાછા, મીના મોહનભાઇ હળપતિ(25), તલીયારા, શિવાની અરવિંદભાઈ રાઠોડ(19), કોલવા, કલા જીજ્ઞેશભાઈ હળપતિ(25), કોલવા, કમુ ખાપાભાઈ હળપતિ(45), કછોલી, ભાવના નાનુભાઈ હળપતિ(43), ધમડાછા, કંચન કિશોરભાઈ હળપતિ(45), ધમડાછા, પ્રીતિ કિશોરભાઈ હળપતિ(20), ધમડાછા. કાંતાબેન ગજુભાઈ લાડ ધમડાછા,રુદ્રા મિતેશ લાડ કછોલી જેઓને નવસારી સિવિલ અને ગણદેવી અને પારસી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

ઘટના બાદ કંડકટર અને ડ્રાઈવરે લોકો ને બસ માંથી બહાર કાઢવામાં મદદ કરી
બસ ને રોડ ની સાઈડ ઉપર ઉતારી દેતા મુસાફરોમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ત્યારે ડ્રાઈવર અને મહિલા કંડકટર બસમાંથી ઉતરીને મુસાફરો ને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા હતા.

વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાને લીધી નથી
આ બસમાં રોજિંદા 100 થી વધુ મુસાફરો મુસાફરી કરતાં હોય છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો, યુવક, યુવતીઓ રોજેરોજ આવજા કરે છે. 55 ની કેપેસિટી વાળી બસમાં 100 થી વધુ મુસાફરો ખીચોખીચ ભરી લઈ જવામાં આવે છે. જે માટે અમે વારંવાર ડેપો મેનેજર સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાં એસ.ટી. તંત્ર એ અમારી કોઈ રજુઆત ધ્યાને લીધી નથી. જાણે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. હવે આ ઘટના બાદ બીજી બસો ફાળવવામાં આવે તો સારું, નહીં તો ફરી મોકાણ ત્યાંની ત્યાંજ રહેશે. - અલમાસ ભૂંગર, પાસ હોલ્ડર, રોજિંદા મુસાફર, કછોલી

બાઈક સામે ધસી આવતા કાબૂ ગુમાવ્યો
બસ નવસારી તરફ જઈ રહી હતી ત્યારે સામેથી આવતા બાઈકચલાક બસની લગોલગ ધસી આવતાં બાઇકચાલકને બચાવવા જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે માયાતલાવડી પાસે રોડ સાઇડથી અંદર પાંચ ફૂટ દૂર બસ ઉતરી ગઈ અને અટકી ગઈ હતી. - અમિત ચાવડા, બસ ડ્રાઈવર

બસની કેપેસીટી 15 ટન, ઓવર લોડ હોય તો ડ્રાઈવર-કંડકટર જવાબદાર
એક બસમાં 53 સીટ હોય છે. નિયમ મુજબ 5 થી 6 ઉભા રહી શકે બસમાં 15 ટનની કેપેસેટી હોય છે. બસ ઓવર લોડ હોય તો ડ્રાઈવર અને કંડકટર સામે પોલીસ ફરિયાદને આધારે એસટી વિભાગ કાર્યવાહી કરી શકે. આ અકસ્માત વખતે બસમાં 65 થી 70 મુસાફરો હતા. - વિપુલ રાવલ, મેનેજર, એસટી નવસારી

અપ-ડાઉન કરતા લોકો પાસે બસનો વિકલ્પ નથી
પહેલા દેવધા થી સુરત નાઇટ હોલ બસ હતી તેમાં મુસાફરો નવસારી કામ માટે જતા હોય ભીડ ઓછી થતી હતી પણ બે માસથી આ બસ બંધ થઈ જતા ડેપો મેનેજરને ફરિયાદ કરતા તેમણે જણાવ્યું કે તમે સુરત જઈ ને રજૂઆત કરો.ઉપરાંત સવારે 9 વાગ્યાવાળી અમલસાડ થી નવસારી આવતી એક જ બસ હોય આ વિસ્તારના અપડાઉન કરતા મુસાફરોની સંખ્યા વધુ હોય ભીડ વધે છે.બસની સુવિધામાટે વારંવાર રજૂઆત કરી પણ નવસારી ડેપો દ્વારા કોઈ પગલાં ન લેતા આ અકસ્માતની ઘટના બની છે.તેમ ઘાયલ મુસાફરોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું.

બસ ઉતરી જતા માથામાં ઈજા પછી યાદ નથી
અમે નવસારી માં રહેતા મારા ભાઈને ત્યાં સામાજિક કામ માટે અમલસાડ બસ માં બેઠા હતા ત્યારે આશરે 9 વાગ્યા ની આસપાસ બસ રસ્તાની બાજુમાં ઉતરી પડી પણ પછી મને કાઈ યાદ નથી. સારવાર માટે પારસી હોસ્પિટલ માં સારવાર માટે આવ્યા છીએ. - કાંતાબેન લાડ, મુસાફર, ધમડાછા

53 સીટની બસમાં 90 મુસાફર ભર્યા હતા, બાઇકચાલકને બચાવવા જતાં રોડેથી ઊતરી

Share Your Views In Comments Below