નવસારી શહેરમાં તા.17 માર્ચનાં રોજ સાંજનાં સમયે લુન્સીકુઈ સર્કલ પાસે બે વાહનચાલકોએ પોતાનું વાહન નો પાર્કિંગ ઝોનમાં મૂકી દેતા નવસારી ટ્રાફિક પોલીસ દ્વારા લોક મારી દેતા સ્થળ દંડ ભરવા કહેતા બન્ને વાહન ચાલકોએ પોલીસ સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લીધે બંને વાહન ચાલકો ઉપર કાયદેસર ની ફરજમાં અડચણ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસ કરી રહી છે.

નવસારી શહેરનાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા એએસઆઈ દિલીપ શંકરભાઈ એ ફરિયાદ નોંધાવી કે તેઓ તા.17 માર્ચનાં રોજ લુન્સીકુઈ વિસ્તારમાં ક્રેન વાહનમાં ફરજ બજાવતા હતા. સાંજનાં 7 વાગ્યાનાં સુમારે બ્રહમાકુમારી સર્કલ લુન્સીકુઈ પાસે મુકેલ નો-પાર્કિંગમાં બે વાહનો GJ21 AC 9063 અને GJ21 AE 6737 પાર્ક કરેલ હોય તેને લોક મારી દીધા હતા. તે દરમ્યાન વાહનનાં ચાલકો આવ્યા હતા અને પોલીસે તેમને સ્થળ દંડ ભરવાનું જણાવ્યું હતું. જેને લીધે વાહનચાલકો અકળાયા હતા.

તેઓ પોલીસકર્મીઓને ગાળો આપી જણાવ્યું કે અમે સ્થળ દંડ ભરવાના નથી. આ સ્થળે નો-પાર્કિંગ નું બોર્ડ માર્યું ન હતું અને પટ્ટાઓ માર્યા ન હતા.તેમ જણાવીને બોલાચાલી કરી ને ટ્રાફિક વિભાગનાં અધિકારીઓને બોલાવો નહિતર ટ્રાફિક વેનને આગળ જવા દઈશું નહિ, તેમ કહીને બાઈકના માલિક કલ્પેશ દોશી (રહે.મહાવીર પેલેસ, માણેકલાલ રોડ, નવસારી) એ ક્રેનનાં ડ્રાઈવર સાઈડ પરનો દરવાજો ખોલીને ડ્રાઈવરનો કોલર પકડીને ધીક્કામુક્કીનો માર માર્યો હતો.

અને બને વાહન ચાલકોએ પોલીસકર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી થોડા સમય માટે ટ્રાફિક જામ કરી દીધો હતો આ સમગ્ર ઘટના વાયરલ થઈ ગઈ હતી જેમાં પોલીસને ગાળો આપી ને ક્રેન નાં ડ્રાઈવર નો કોલર પકડી ને ખેચી નાખી ગાળો બોલી હતી. અને હંગામો ઉભો કર્યો હતો. જેને લઈ ને પોલીસે GJ21 AC 906૩ના ચાલક કલ્પેશ દોશી (રહે.મહાવીર પેલેસ, માણેકલાલ રોડ, નવસારી) અને GJ21 AE 6737ના ચાલક રાજેશ કરપે (રહે.લાલબાગ, મુબઈ) વિરુધ સરકારી કામમાં અડચણ કરી ક્રેનનાં ડ્રાઈવરને માર માર્યાની અને ગાળાગાળી કરી હોવાની ફરિયાદ આપતા બન્ને બાઈક ચાલકોની પોલીસે અટક કરી હતી, વધુ તપાસ પોસઈ એમ.એન. શેખ કરી રહ્યા છે.

જીલ્લામાં ટ્રાફિક વિભાગનાં પોલીસકર્મીઓ ઉપર અગાઉ પણ બે વાર હુમલો થયો હતો. જેમાં 15 દિવસ પહેલા નવસારી ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં ધારાગીરી પાસે હાઈવે ઉપર પહેલા લેનમાં વાહન ચલાવનારને પોલીસકર્મીએ રોકવા જતા તેની ઉપર વાહન ચાલકે વાહન ચડાવી દેવાનો પ્રયાસ કર્યો જેમાં પોલીસકર્મીને ઈજા થઈ હતી. અને ૩ દિવસ હોસ્પિટલમાં રહેવાનો વારો આવ્યો હતો. બીજી ઘટનામાં ટાવર થી સેન્ટ્રલ બેંક પાસે મોગારનાં રીક્ષાચાલક દ્વારા ટ્રાફિક બ્રિગેડનાં જવાન ઉપર ગાળાગાળી કરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આ ત્રીજી ઘટના છે.

નવસારી માટે નરસી વાત, ટ્રાફિક કર્મી પર 15 દિવસમાં ત્રીજી વાર હુમલો

Share Your Views In Comments Below