નવસારી જિલ્લા પંચાયત દ્વારા આજ રોજ નવસારી જિલ્લાનું આગામી વર્ષ 2020-21 માટેનું રૂ. 1011/- કરોડનું વિકાસલક્ષી બજેટ જાહેર કરવામાં આવ્યું. બજેટમાં સરકારી ગ્રાંટ રૂ. 799 કરોડ, પુરાંત રૂ. 211 કરોડ, સ્વભંડોળ રૂ. 36 કરોડ અને સરકારી ગ્રાંટનું કદ રૂ. 938 કરોડના આવક-ખર્ચ સાથેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. 10 અબજના આંકને વટાવી ગયું હતું.

આ બજેટની જાહેરાત કરતા નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અમિતાબેન પટેલે વિપક્ષના વિરોધ વચ્ચે જણાવ્યું કે ગ્રામિણ લોકોને વિશેષ લાભ મળે તે માટે જિલ્લા પંચાયત હંમેશા કાર્યરત રહી છે અને અગાઉ પણ રહેશે. નવસારીના છેવાડાના ગામ સુધી દરેક વ્યક્તિને પુરતી સુવિધા મળી રહે તેના માટે જિલ્લા પંચાયતના દરેક સભ્યોએ સાથે મળીને કાર્ય કરવાની જરૂરીયાત છે. સામે પક્ષે વિપક્ષી સભ્ય જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભારતીબેન પટેલ દ્વારા અપીલ કરતા જણાવવામાં આવ્યું કે આ બજેટમાં ગરીબો કે આદિવાસી કે પછી પછાત વર્ગના લોકો માટે કોઇપણ જાહેરાત કરવામાં આવી નથી.

સાથે જ તેમણે ગરીબોના આવાસના મરામત માટે બજેટમાં 5 હજારથી 10 હજાર સુધીની ફાળવણી જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે તેની અપીલ કરી હતી. તો જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા બારૂકભાઇ ચવધરીએ પણ બજેટ ફાળવણીનો મુદ્દો સામાન્ય સભામાં ઉચકતા ટીપ્પણી કરી કે, આદિવાસી વિસ્તારને અગ્રિમતા આપવામાં આવતી નથી. અને આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના નામ પર પોકળ દાવા કરવામાં આવે છે.

નવીન કામોનો ઉલ્લેખ
  • પ્રવાસી શિક્ષકની સુવિધા 21.60 લાખ
  • ફરતી પ્રયોગશાળા 31.34 લાખ
  • ફરતી લાયબ્રેરી 4.34 લાખ
  • ચાઈલ્ડ ફ્રેન્ડલી આંગણવાડી 58 લાખ

સરકારી ગ્રાંટ ખર્ચ વિભાગવાર
શિક્ષણ 316 કરોડ, રસ્તા પુલો 183 કરોડ, આરોગ્ય, કુટુંબ કલ્યાણ 62 કરોડ, પોષણ 25 કરોડ, સામૂહિક વિકાસ 101 કરોડ, નાની સિંચાઈ 11 કરોડ, પશુપાલન 5 કરોડ, ખેતીવાડી 9.32 કરોડ, કુદરતી આફત 12 કરોડ.

સ્વભંડોળમાંથી કરાયેલી જોગવાઈ
શિક્ષણ રૂ. 121.43 લાખ, આરોગ્ય રૂ. 86.15 લાખ, પોષણ રૂ. 127.75 લાખ, પશુપાલન 15.75 લાખ, સમાજ કલ્યાણ રૂ. 43.30 લાખ, જાહેર બાંધકામ રૂ. 188.05 લાખ, ખેતીવાડી 69 લાખ, વિકાસના કામો રૂ. 450 લાખ, સિંચાઇ રૂ. 125 લાખ.

389 કરોડ તાલુકા પંચાયતોને તબદીલ
આમ તો જિલ્લા પંચાયતને સરકારી ગ્રાંટ 768 કરોડ રૂપિયાની મળશે પરંતુ જિલ્લા કક્ષાએ આમાંતી લગભગ અડધી ગ્રાંટ 379 કરોડ જ રાખવામાં આવશે. અડધી ગ્રાંટ તો જિલ્લાની તાલુકા પંચાયતોને તબદિલ કરવામાં આવશે અને તેનો ઉપયોગ તાલુકા પંચાયતો જ કરશે. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં કુલ 6 તાલુકા પંચાયતો આવેલી છે.

નવસારી જિલ્લા પંચાયતનું બજેટ પ્રથમવાર 10 અબજને પાર

Share Your Views In Comments Below