સમગ્ર નવસારી શહેરમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરસ સ્પ્રે કરી શહેરને સેનેટાઈઝ કરવાનું કામ કોરોનાની સ્થિતિમાં પાલિકાએ શરૂ કર્યું છે. જેમાં અડધુ નવસારી સેનેટાઈઝ થઇ ગયું છે, અડધુ બાકી છે.

કોરોનાને લઈ નવસારી શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી જંતુનાશક પાવડર ‘મેલેથ્યોન’નો છંટકાવ મેલેરિયા અધિકારી પરેશ નાયક અને તેની ટીમ કરી રહી છે, હજુ પણ કામગીરી જારી જ છે. બીજી તરફ હવે સંપૂર્ણ શહેરને સેનેટાઈઝ કરવા પાલિકાએ એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરસ પ્રવાહી સ્પ્રે કરવાની શરૂઆત કરી છે.

આ સ્પ્રે ઉપયોગી હોવાની માહિતી મળતા મોટો જથ્થો પાલિકા મેળવી રહી છે. ગુરુવારે તો એક જ દિવસમાં 24 હજાર લીટરનો સ્પ્રે તો કરી દીધો હતો. અંદાજે 50 ટકા વિસ્તાર કરી દેવાયો છે. બાકીનો આગામી દિવસોમાં કરવામાં આવશે.

સ્પ્રે કરાવવા પહેલા અહીંનું દબાણ
નવસારી શહેરના મહત્તમ વિસ્તારમાં સ્પ્રે કરવાનું આયોજન છે, પરંતુ પ્રથમ ક્યાં કરવો તે વાતને લઈ પડાપડી થઈ રહ્યાની જાણકારી મળી છે. અને પહેલા અહીંનું દબાણ થઇ રહ્યું છે. વોર્ડ વાઇઝ યા લાઈનસર કરવાને બદલે કેટલાક લોકો યા અગ્રણીઓ પોતાના વિસ્તારમાં વહેલી થાય તે માટે જોર કરતા મુશ્કેલી ઉભી થઇ રહી છે. હવે શહેરને સેનેટાઇઝ કરવામાં પણ પહેલા અહીં પહેલા અહીં થઇ રહું છે.

અડધું નવસારી સેનેટાઈઝ, અડધું બાકી

Share Your Views In Comments Below