કોરોનાની ગંભીર સ્થિતિમાં લોકો જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરે છે કે નહીં તે ‘વોચ’ કરવા સમગ્ર નવસારી જિલ્લામાં પોલીસ ડ્રોન કેમેરાનો ક્રમશ: ઉપયોગ કરશે. શનિવારે વિજલપોરથી શરૂઆત કરી પણ દીધી છે. એટલે નગરજનો સાવધાન થઇ જજો ઘરની બહાર નીકળી ડોન બનવા ગયા તો ડ્રોન પકડશે.અનેક સોસાયટીમાં આંતરિક ભાગે પોલીસ ‘ફિઝીકલી તપાસ’ કરી શકે એમ નથી. જેથી ડ્રોનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. જોકે શનિવારે પ્રથમ દિવસે ડ્રોન હેઠળ કોઈ ગુનો દાખલ કર્યો ન હતો.

...તો ગુનો નોંધાશે
ડ્રોનથી પોલીસ સોસાયટીના વિસ્તારોમાં નજર રાખશે. આ વોચ દરમિયાન જો વધુ સંખ્યામાં લોકો ભેગા થયેલા દેખાશે તો પોલીસ જે તે સ્થળે જઈ અટક કરશે અને ફરિયાદ પણ દાખલ કરી શકે છે.

કાયદાનો ચુસ્ત અમલ થશે
સોસાયટીના અંદરના ભાગે ડ્રોન નજર રાખવામાં મદદરૂપ થશે. આમ તો આજે વિજલપોરથી શરૂઆત કરી છે પરંતુ ક્રમશ: જિલ્લાભરમાં ક્રમશ: જરૂરિયાત મુજબ ડ્રોનનો ઉપયોગ જાહેરનામા, કાયદાના ચૂસ્ત અમલ કરાવવા કરાશે. - એસ.જી. રાણા, ડીવાયએસપી, નવસારી

ઘરની બહાર બેઠા તો ખેર નહિ! 90 પોલીસની ઝપટ
નવસારી શહેરમાં પોતાના ઘરની બહાર બેસીને ગપ્પા મારતા લોકો ઉપર ટાઉન પોલીસે લાલ આંખ કરી હતી.જેને લીધે કોરોના વાયરસ સંક્રમણ ને અટકાવવા કઠોર નિર્ણય લેવા માં આવતા બે દિવસ માં 90 લોકોને પોલીસે ઘરની બહાર બેસેલા લોકોની અટક કરી હતી. જેમાં તા.27 માર્ચની રાત્રીએ 84 લોકો ઝડપાયા હતા તેને પગલે પોલીસ મથક નાનું પડયુ હતું. કોરોના વાયરસ ભીડમાં લોકો હોય ત્યારે સંક્રમણની શક્યતા વધી જતી હોય છે.જેથી નવસારી જીલ્લામાં કલમ 144 લાગુ પડી છે.રસ્તાઓ પર કોઈ દેખાતું નથી પણ સોસાયટી કે ઘરની બહાર કેટલાક લોકો 4 થી વધુ વ્યક્તિઓ બેસી ગપ્પા મારી રહ્યા હોય બાતમી ને આધારે નવસારી ટાઉન પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હતી. તા.27 માર્ચનાં રોજ 84 જેટલા ઘરની બહાર બેસેલા લોકોની જાહેરનામાંનાં ભંગ બદલ અટક કરી હતી.અને તા.28 નાં રોજ પણ 6 જેટલા લોકો ની અટક કરી હતી. નવસારી ટાઉનમાં હજી સોસાયટી કે મહોલ્લામાં 4 થી વધુ લોકો બેસી રહ્યા અને ક્રિકેટ પણ રમી રહ્યા હોય આવા,બેજવાબદાર લોકો સામે પોલીસ દ્વારા આકરા પગલાં લઈને સમાજને કોરોના વાયરસનાં સંક્રમણથી દુર રાખે તેવી જાગ્રત લોકો ની માંગ છે.

સાવધાન! ઘરની બહાર નીકળી ડોન બનવા ગયા તો ડ્રોન પકડશે

Share Your Views In Comments Below