બેન્કના હપતામાં 3 માસ રાહત અપાયા બાદ હવે વીજબીલ ભરવા પણ દોઢ માસની રાહત અપાતા લોકોને હાશકારો થયો છે. નવસારી જિલ્લામાં પણ કોરોનાનાં પગલે ઘરે ઘરે વીજ રીડીંગ ન લઈ શકવાને કારણે લોકો પોતાના વીજ બીલ ભરી શકે તે માટે વીજ કંપની દ્વારા લોકોને રાહત આપવામાં આપી હોવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેનાં ભાગ રૂપે અગાઉનાં બે બીલ જેટલી રકમ એડવાન્સ ભરવા માટે માટે મે માસ ની 15મી મે સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે. નવસારી શહેર-ગ્રામ્યમાં 1 લાખ અને વિજલપોર શહેરનાં ૩૦ હજાર વીજઉપભોક્તાને લાભ થશે.

તાજેતરમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19)ને ફેલાતો અને અટકાવવા માટે દક્ષીણ ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકો અને કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને ગ્રાહકને સ્થળ પર મિટર રીડીંગ અને બિલીંગ કરવાની કાર્ય પદ્ધતિ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવેલ છે. જેને કારણે ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ વિનિયમો -2015માં કરવામાં આવેલ જોગવાઈઓ મુજબ જો કંપની કોઈ સંજોગોમાં આપના મીટર વાંચન કરી બીલ આપી શકે તેમ ન હોયતો આગલા ૦૩ બિલોનો સરેરાશ વપરાશનાં આધારે વીજ બીલ આપવાનું રહે છે. આવા સરેરાશ બીલો પછીના ખરેખર મીટર વાંચનને આધારે સરભર કરવામાં આવશે તેમ પરિપત્ર જાહેર કરવામાં આવશે.

નવસારી શહેરમાં 80 હજાર ગ્રામ્ય વિસ્તારના 25 હજાર અને વિજલપોર શહેરનાં 30 હજાર વીજ ઉપભોક્તાઓ પોતાનું વીજ બીલ એડવાન્સ ભરવા આપીલ પણ કરી હતી. હાલનાં લોક ડાઉન સમયમાં વીજ કંપની સેવા આપતું વિભાગ છે. જેને લઈને વીજ પુરવઠો અવિરત મળી રહે તે માટે રાષ્ટ્રનાં હિતમાં વીજ બીલ ભરવા આગળ આવો તેમ વીજ કંપનીનાં અધિકારીઓએ અપીલ કરી છે.

એક મેસેજ કરો બીલ મળી જશે, કોઈ વિલંબિત ચુકવણી ચાર્જ નહિ ભરવો પડે
વીજ બીલ ન મળેલ હોય તેવા સંજોગોમાં મોબાઈલ નબર 6357097832 પર વીજ ઉપભોક્તાનો ગ્રાહક નબર વોટ્સઅપ કે એસએમએસ કરવાથી બીલની માહિતી પૂરી પાડવામાં આવશે. તારીખ ચુકી જવાય તો કોઈ વિલંબિત ચાર્જ નહિ ચુકવવા વીજ કંપનીએ માહિતી આપી હતી.
નવસારીના 1 લાખ, વિજલપોરના ૩૦ હજાર વીજ ગ્રાહકોને હાશકારો

બે હજારથી વધુનું બીલ ભરતા ગ્રાહકો સહકાર આપે
વીજ પુરવઠોએ લોકો માટે અગત્યની સેવા છે, હાલમાં દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ હોય જેથી બે હજારથી વધુ બીલ ભરતા લોકોને વીજ બીલ ભરવા માટે અમે ફોન કરી નાણા ભરી દેવા જણાવીએ છીએ. હાલમાં ઓનલાઈન પેમેન્ટ પણ ઘરે બેસી કરી શકો એમ છે. લોકો પોતાના આગામી માસનાં વીજબીલના નાણા ભરી રાષ્ટ્રનાં વિકાસ માટે લાભદાયક ગણાશે. - જે.એન ત્રિવેદી ,વિજલપોર DGVCL

15મી મે સુધીમાં વીજ બીલ ભરવા અપીલ
વીજ ગ્રાહકોએ તારીખ 1-૩-2020 થી તા.૩૦-4-2020ના સમય ગાળામાં વીજ બીલ માટે અગાઉના ૦૩ બીલ પ્રમાણે આવ્યું હોય તે એવરેજ બીલ ભરવું પડશે. જો વીજ ઉપભોક્તા દ્વારા વીજ કંપનીની કચેરીએ બીલ ભરવા ન જઈ શકો તો કાઈ નહિ પણ ઓનલાઈન પેમેન્ટ પણ શકો. તે માટે 15 મી મે સુધીમાં વીજ બીલ ભરી શકો.

બેન્કના હપતામાં 3 માસ રાહત બાદવીજબીલ ભરવા દોઢ માસની રાહત

Share Your Views In Comments Below