હાલ કોરોના વાઈરસની મહામારી ટાણે નવસારી જિલ્લામાં 6400 જેટલા શરદી, ખાંસી, તાવના સામાન્ય કેસો હોવાનું બહાર આવ્યું છે. આરોગ્ય વિભાગે હાલ કરેલી ‘રેપીડ હાઉસ ટુ હાઉસ’ સરવેમાં આ વિગતો બહાર આવી છે.
કોરોના મહામારીને લઈ સમગ્ર નવસારી જિલ્લાને લોકડાઉન કરાયો છે. કોરોનાના દર્દીમાં પણ પ્રથમ શરદી, ખાંસી, તાવના ચિન્હો જ હોય છે ત્યારે આવા દર્દીઓ જિલ્લામાં કેટલા છે અને તે કઈ સ્થિતિમાં છે તે જાણવા આરોગ્ય વિભાગે હાલ રેપીડ સરવે જિલ્લાભરમાં કર્યો છે. આ સરવેમાં જિલ્લાભરના 3.20 લાખ ઘરોની 14 લાખની (95 ટકાથી વધુ વસતિ) વસતિને આવરી લીધી છે. જિલ્લાના તમામ છ તાલુકાના ગામો અને શહેરોને આવરી લેવાયા હતા.
સરવેમાં જે માહિતી બહાર આવી છે તે વિગતો જોતા કુલ 14 લાખ વ્યક્તિમાંથી 6400 જેટલા વ્યક્તિમાં શરદી, ખાંસી, તાવના કેસ હોવાનું બહાર આવ્યું હતું. બીજા શબ્દોમાં કહીએ દર 216 વ્યક્તિએ એક જણામાં આ બિમારી હતી. આ બિમારી ધરાવનારાઓનું ‘ફોલોઅપ’ પણ તંત્ર કરી રહ્યું છે. જોકે મોટાભાગે કોરોનામાં જોવા મળતો વધુ તાવ, શ્વાસની વધુ તકલીફ જોવા મળી રહી નથી એમ જાણવા મળે છે.
જે કેસ મળ્યા તેમાંના મોટાભાગનાને સ્થળ ઉપર જ સારવાર અપાઈ, માત્ર 14 જણાને જ રિફર કરવાની ફરજ પડી હતી. નવસારી જિલ્લામાં દર 216 વ્યક્તિએ 1ને શરદી-ખાંસી ભલે દેખાયા હોય પરંતુ ગત જાન્યુઆરીથી NIRની આરોગ્ય તપાસ કરવામાં આરોગ્ય તંત્ર જાગૃત રહેતા કોરોના પોઝિટિવનો એક પણ કેસ સામે આવ્યો નથી. જે નવસારી માટે સૌથી મોટી પોઝિટિવ વાત છે.
રિફર કરેલા બે કેસના રિપોર્ટ પણ નેગેટિવ
શરદી, ખાંસી, તાવના ચિંતાજનક કેસો આવ્યા નથી. એકદમ સામાન્ય છે. કોરોનામાં તો વધુ તાવ સાથે શ્વાસની તકલીફ પણ રહે છે, જે જણાયું નથી. નવસારીની વાત કરીએ તો બે રિફર કરેલા કેસના સેમ્પલ લેવાયા હતા, જે પણ નેગેટિવ જ આવ્યા છે. અમે કેસોનું ફોલોઅપ પણ કર્યું છે, જેમાં મોટાભાગના સાજા પણ થઈ ગયા છે. - ડો. ધવલ મહેતા, તાલુકા આરોગ્ય અધિકારી, નવસારી
શરદી, ખાંસીના અનેક કેસ એલર્જીના કારણે
હાલ વધુ દર્દી શરદી, ખાંસીના જ આવે છે. જોકે સામાન્ય છે અને કેટલાય લોકો હાલ સાધારણ શરદીમાં પણ બતાવવા આવે છે. શરદી, ખાંસી થવાના ધૂળ, એલર્જી સહિત અનેક કારણો છે. તાવના કેસ પણ ખુબ ઓછા છે, ચિંતાજનક કેસો આવતા નથી. - ડો. રાહુલ પટેલ, અર્બન હેલ્થ સેન્ટર, વિજલપોર
સરવેની તાલુકાવાર સ્થિતિ
નવસારીમાં દર 216 વ્યક્તિએ 1ને શરદી-ખાંસી