નવસારી જિલ્લામાં નિઝામુદ્દીન મરકઝથી 15થી 20 લોકો આવ્યાની અફવા ચાલી હતી. હકીકતમાં કોઈ મરકઝમાં ગયું ન હતું.

દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં ભેગા થયેલા અનેક લોકોમાં કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યા છે અને મરકઝથી આ લોકો દેશભરમાં જતા વાયરસ ફેલાવાની ચિંતા ફેલાઈ છે. આ દરમિયાન 15 જેટલા લોકો નવસારી પણ આવ્યાની માહિતી આવી હતી. આ લિસ્ટ આરોગ્ય વિભાગને પણ મળતા સવારથી જ આ લોકોની ભાળ મેળવવાનું શરૂ કર્યું હતું.

તપાસ કરતા ઉક્ત વ્યક્તિઓ નિઝામુદ્દીન સ્ટેશનથી તો પસાર થયા હતા પરંતુ મરકઝમાં ગયા ન હતા. જેમનું લોકેશન નિઝામુદ્દીન સ્ટેશને ટ્રેસ થયું હોય તેનું લિસ્ટ બનાવી રાજ્યો, જિલ્લાઓને મોકલ્યું હતું. આ લિસ્ટની ચકાસણી કરતા હકીકતો બહાર આવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે જે 15 લોકો નિઝામુદ્દીનથી આવ્યા તેમાં નવસારી શહેરના 6 અને બાકીના અન્ય તાલુકાના છે.નોંધનીય વાત એ છે કે આ 15માં 6 જેટલા હિન્દુ પણ છે. જિલ્લા એપેડેમીક અધિકારી ડો. મેહુલ ડેલીવાળાએ જણાવ્યું કે તમામની તપાસ થઈ છે, ચિંતાજનક નથી. જોકે તેમને હોમ કવોરન્ટાઇન હાલ તકેદારી રૂપે રખાયા છે. મરકઝમાં કોઈ ગયું ન હતું.દિલ્હી નહી ગયા હોવા છતાં યાદીમાં નામ આવ્યા.

ઘરે બેસેલી વ્યક્તિ દિલ્હીમાં!
14થી 22 માર્ચ સુધીમાં દિલ્હી નિઝાબુદ્દીનથી આવેલ પેસેન્જર લાઇનમાં ચીખલીના તલાવચોરામાં રહેતા સામાન્ય ઘરના વ્યક્તિ કે જેઓએ એક મહિનામાં કોઈ પણ જાતનું ટ્રાવેલિંગ કર્યું નથી. તંત્રએ તપાસ કરતા તેઓએ ઘરે જ મળ્યા હતા. મોબાઈલ નંબર બાબતે વિસંગતતા સર્જાઈ હોવાનું બહાર આવ્યું હતું. યાદીમાં અન્ય એક વ્યક્તિ તાલુકાના સુરખાઈના વતની હોય તે બાબતે તંત્ર દ્વારા તપાસ કરતા તે ટ્રેનનો ડ્રાઈવર હોવાનું બહાર આવ્યું છે. જેને કોઈ જ તકલીફ નહીં હોય અને ટ્રેન ડ્રાઈવર તરીકે હોય તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

નિઝામુદ્દીન થઈ નવસારી આવેલા 15 હોમ કવોરન્ટાઇન, તંત્ર એલર્ટ

Share Your Views In Comments Below