એક બાજુ આખો દેશ લોકડાઉન છે, બીજી બાજુ ઝોમેટોને પરવાનગી અપાઇ છે. શાકભાજી, દવા અને પાણી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓને બાદ રાખીને તમામ પ્રકારની સુવિધાને બંધ કરાઇ છે. જો ઝોમેટો શાકભાજી કે કરીયાનાની હોમ ડિલેવરી માટે શરુ કરાયુંં હોત તો વિરોધ ના ઉઠત પરંતું માત્ર રેસ્ટોરન્ટના ફુડ માટે શરૂ કરાતા રોષ વ્યાપ્યો છે.

સામાજીક સંસ્થાઓ દ્વારા બેઘર અને કામધંધા વગરના લોકો માટે બે ટાઇમનો રોટલો પુરો પાડી રહ્યા છે ત્યારે નવસારી શહેરમાં 35 જેટલા ઝોમેટો ડિલેવરી બોયને તવંગરોના ઘરે ઓનલાઇન જમવાનું પૂરું પાડવા મંજૂરી અપાઇ છે તે બાબતે લોકોમાં ચર્ચા ચાલી રહી છે.

કોરોના સંક્ર્મણથી બચાવ માટે સરકાર એકબાજુ લોકોને ઘરોમાંથી બહાર ન નીકળવા માટે કડક પાલન કરાવી રહી છે. અનાજ, શાકભાજી, દૂધ, પાણી, દવા જેવી વસ્તુઓ માટે પણ સરકાર લોકોને ઘરની બહાર ન નીકળવાના સૂચનો કરી રહી છે ત્યારે ઓનલાઈન ઘરે જમવાનું આપવા આવતા ઝોમેટો કુરીઅર બોય દ્વારા શું સંક્ર્મણ થઇ ન શકે? આ બાબતને લઈને શહેરના કેટલાય વિસ્તારોમાં વિરોધ પણ થઇ રહ્યો છે કે જયારે ગરીબ લોકો માટે બે ટાઈમ જમવાનું મળી રહ્યું નથી ત્યારે હાલ આ મંજૂરી ચર્ચાના એરણે ચઢી છે.

ઈ-કોમર્સ કંપનીને મંજૂરી આપવામાં આવી છે
નવસારી જિલ્લા કલેકટર કચેરીએ ઝોમેટો ઓનલાઇન કંપનીને કયા આધાર ઉપર ઘરે ઘરે જમવાનું આપવા માટેની મંજૂરી આપવામાં આવી છે તેમ પુછાતા જાણવા મળ્યું હતું કે ઓનલાઇન ઈ-કોમર્સ કંપનીની કેટેગરીમાં આ કંપની આવે છે તેથી ઝોમેટોને મંજૂરી આપવામાં આવી છે.

આખો દેશ લોકડાઉન, બીજી બાજુ ઝોમેટોને પરવાનગી

Share Your Views In Comments Below