આખો દેશ મહામારીની ચપેટમાં છે જેના કારણે લોકો ઘરોમાં બંધ છે.એક બાજુ લોક ડાઉન અને બીજી બાજુ કોરોનાના સંક્રમણના વધતા જતા કેસને પગલે લોકોમાં સતત ચિંતા અને ભય રહે છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાનો અને પરિવારનો વિચાર કર્યા વગર ખડેપગે રહીને લોકરક્ષા અને કાયદાના અમલ માટે જીવતા પોલીસ જવાનોને પણ સલામ કરવાનું મન થઇ આવે છે.

જનતાની સેવામાં 24 કલાક ખડે પગે ઉભા રહેતા પોલીસ કર્મીઓની કર્મ નિષ્ઠતા સામે લોકો ઘણીવાર સવાલો કરતા હોય છે,ત્યારે પોલીસ જવાનો પણ પોતાના ઘર અને પરિવારથી દૂર રહીને ફરજ નિભાવતા હોય છે. હાલ કોરોનાના પગલે નવસારી શહેર અને જિલ્લામાં પણ લોક ડાઉન છે ત્યારે વિજલપોર પોલીસમાં ફરજ બજાવતા સંજય સોલંકી પોતાના પરિવારથી દૂર રહે છે.

તેની પત્ની ગર્ભવતી હોવા છતાં પણ ફિકર કર્યા વગર જનતાના હિત અને કાયદાના પાલન માટે સંજય સોલંકી ફરજ પર ઉપરી અધિકારીઓ પાસે રજા માંગવા માટે ગયા ન હતા. મૂળ વિસનગરના કાંસા ગામે પત્નીએ કોરોનાના આ કપરા દિવસોમાં પુત્ર રત્નને જન્મ આપ્યો ત્યારે સંજયભાઈ અહીં પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનારા આવા કર્મીઓને કારણે આજે પણ પોલીસ તંત્ર માટે લોકોને મન છે. વોટ્સઅપ કોલ કરીને પોતાના વહાલસોયા દીકરાને પ્રથમ વખત જોઈને પત્ની અને દીકરાના ખબરઅંતર પૂછ્યા હતા. આવા ખાખી ભેખધારીને દેશના હિતમાં કામ કરતા જોઈને વંદન કરવાનું મન થઇ આવે. પોલીસની કામગીરીને લઈને સમાજમાં હંમેશા મતમતાંતરો રહે છે ત્યારે આવા કિસ્સાઓ પોલીસ માટે મન ઉપજાવે છે.

ઘરે દીકરાનો જન્મ થયો છતાં ફરજ પર અડગ, વીડિયો કોલથી મોઢું જોયું

Share Your Views In Comments Below