નવસારીમાં લોકડાઉન દરમિયાણ દશેરા ટેકરી ગ્રુપમાં 13મીથી 24 માર્ચ સુધીમાં તબલીકી જમાત મરકઝમાં 2500 દેશ-વિદેશથી કોરોના પોઝિટિવ મુસ્લિમોને ભેગા કરીને ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલીને કોરોના ચેપ ફેલાવવાનું કૃત્ય બાબતનો મેસેજ ગ્રુપમાં વહેતો કરવાવાળા બે શખ્સો ઉપર નવસારી ટાઉન પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

સોશિયલ મીડિયામાં ખોટી અફવા અને ખોટા મેસેજ ફરતા કરવાના બનાવમાં નવસારીના દશેરા ટેકરી ન્યૂઝ નામના વૉટ્સએપ ગ્રુપમાં ઉમાકાન્ત રાઠોડ (ઉ.50, રહે. દશેરા ટેકરી) અને રતિલાલ પટેલ (ઉ.વ. 75, રહે. કબીલપોર)એ ઇમેજ ફાઈલ ગ્રુપમાં ફરતી કરી હતી. જેમાં ચોક્કસ સમુદાય દ્વારા કોરોના ફેલાવવા અંગેના મેસેજ ફરતા કરતા બંનેની વિરુદ્ધમાં નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

લોકોમાં ગેરસમજ ઉભી કરીને અને જાહેર શાંતિ વિરુદ્ધનો કોઈ ગુનો કરી બેસે તેવા ઈરાદાથી વોટ્સઅપ ગ્રુપમાં જેપીજી પિક્ચર ફાઈલ કરતા આવા બીજા લોકો સામે પણ ગુનો નોંધાઈ શકે છે.

જેણે મેસેજ પહેલો મુક્યો તેને પાઠ ભણાવો
આવા મેસેજ વાયરલ કરનારા બે સામે પોલીસે ફરિયાદ નોંધીને તેમની અટક કરી છે. શહેરમાં દિવસ દરમિયાન આવા બીજા કેટલાય લોકો દ્વારા આ મેસેજને ફોરવર્ડ કરાઈ રહ્યો છે. જો પોલીસ આવા લોકો સામે પગલાં લે તો કદાચ 200થી પણ વધારે લોકોને જેલભેગા કરવા પડે એમ છે. કેટલાય લોકોએ આજનતામાં આ મેસેજને ફોરવર્ડ કાર્ય છે ત્યારે મુખ્ય વ્યક્તિ કે જેને આ મેસેજ બનાવીને સોશિયલ મિડિયામાં વહેતો કર્યો છે તેને પોલીસે તાકિદે પકડવાની જરૂર છે.

આવા તત્વો સામે તવાઇ
ઈરાદાપૂર્વક આવા ખોટા મેસેજને ફોરવર્ડ કરનારા સામે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે જે વ્યક્તિએ આ મેસેજ બનાવ્યો છે તેને પણ શોધવા માટે પોલીસ તપાસ કરી રહી છે. આવા ગ્રુપ એડમિન સામે પણ તવાઇ બોલાવાશે. - કે.એમ. વસાવા, પીએસઆઇ

નવસારીના દશેરા ટેકરી વૉટ્સએેપ ગ્રુપમાં મેસેજ કરનારા બે સામે ફરિયાદ

Share Your Views In Comments Below