નવસારીના જમાલપોરમાં જમના પાર્ક-2ની પાછળ આવેલ બકરી ચરાવવા ગયેલ એક પશુપાલકને દુર્ગંધ આવી હતી.જેને કારણે તેમણે ઝાડીઝાંખરામાં જોયું તો તેમાં એક મહિલાની લાશ જોવા મળતા તે ગભરાઈ ગયો હતો અને તુરંત જમાલપોર ગામનાં સરપંચ સાજનભાઈ ભરવાડને જાણ કરી હતી.

તેઓએ નવસારી ગ્રામ્ય પોલીસને વાકેફ કરતા પાેલીસ દાેડી ગઇ હતી. જે બાબતે આસપાસના વિસ્તારમાં જાણ કરતા આ યુવતીની ઓળખ થઈ હતી.જેમાં આ યુવતી નજીકના વિસ્તાર તિઘરા નવી વસાહત ખાતે રહેતી જમના બેન ગુલાબ વસાવા ( ઉવ.19)ની ઓળખ થઈ હતી.આ યુવતી બે દિવસ પહેલા તેના ઘરેથી માથામાં લગાવવાની પીન લેવા જાઉં છું તેમ કહી ગઈ હતી પણ પરત ન આવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે મૃતકના સબંધી ગોપાલ છના વસાવા (રહે.તિઘરા નવી વસાહત )ની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

સુરતમાં પેનલ PM બાદ માેતનું કારણ ખુલશે
મૃતકની લાશ નાં શરીર ઉપર કોઈ ઘા અથવા શંકાસ્પદ લાગે તેવા ઈજાના નિશાનો મળ્યા નથી.જેથી પોલીસે હમણા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી. યુવતીના લાશનું પીએમ સિવિલ હોસ્પીટલ સુરત ખાતે કરવામાં આવશે. - પીપી બ્રહ્મભટ્ટ, પીઆઈ, નવસારી ગ્રામ્ય પોલીસ

મૃતક યુવતીના પિતા અંધ
જમાલપોર ખાતે આજે મળેલ યુવતીની લાશ નવસારીનાં તિઘરા નવી વસાહત ખાતે રહેતી જમના વસાવા નામની યુવતીની હતી.યુવતીના પિતા અંધ અને મૃતકની માતા કોઈની સાથે પ્રેમ સબંધ હોવાથી ભાગી ગઈ હતી.મૃતક યુવતી તેની ત્રણ બહેનો સાથે રહેતી હતી.મૃતક જમના વસાવા કડીયાકામ કરતી હતી અને તેણી તા.31 માર્ચનાં રોજ પોતાના ઘરેથી માથામાં લગાવવાની પીન લેવા નજીકની દુકાન પાસે લેવા જાવું છુંત્યાર બાદ યુવતી આવી ન હતી.

જમાલપોરમાં ગુમ યુવતીની લાશ મળી, હત્યાની આશંકા

Share Your Views In Comments Below