નવસારીના સ્ટેશન વિસ્તારમાં આવેલી કાપડની મોટી દુકાનમાં ગુરૂવારે સવારે લાગેલી ભીષણ આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાળ થઈ ગયો હતો.

નવસારીના સ્ટેશન વિસ્તારથી માંડ 200 મીટર દૂર સંદિપ એમ્પોરીયમ નામે કાપડની મોટી દુકાન આવેલી છે. હાલ કેટલાક દિવસોથી લોકડાઉનને કારણે આ દુકાન બંધ હતી. ગુરૂવારે સવારે 7.30 વાગ્યાના અરસામાં આ દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. દુકાનના નીચેના ભાગે લાગેલી આગ થોડા જ સમયમાં ઉપરના બે માળે પણ પ્રસરી ગઈ હતી.

આગને બુઝાવવા નવસારી પાલિકાના 5 અને વિજલપોરના 3 ફાયરબ્રિગેડના બંબાએ જહેમત આદરી હતી. આશરે અઢી કલાક બાદ આગ બુઝાઈ હતી. જોકે આ સમયમાં તો દુકાનમાંનો મોટાભાગનો માલસામાન, ફર્નિચર વગેરે બળીને ખાશ થઈ ગયો હતો. સદનસીબે બાજુની દુકાનમાં આગ વધુ પ્રસરી ન હતી.

આગથી કોઈને હાનિ પણ થઈ ન હતી. આગના કારણે અહીંના નજીકના વિસ્તારમાં પાવર બંધ કરવો પડ્યો હતો. આગથી અંદાજે 35 લાખનું નુકસાન થયાનું માલિક કુલવંતસિંહ અરોરાએ જણાવ્યું હતું.

પાવર ગયો, આવ્યો અને આગ
આગનું કારણ ચોક્કસ બહાર આવ્યું ન હતું પરંતુ શોટસર્કિટથી લાગ્યાનું પ્રાથમિક તબક્કે ચર્ચાઈ રહ્યું છે. જોકે આગ લાગવા અગાઉ અહીં પાવર ન હતો ત્યારબાદ પાવર આવતા તુરંત જ આગ લાગી હતી, જેથી પાવરમાં વધઘટ થઈ કે નહીં તે બાબતે પણ સવાલો ઉઠી રહ્યા છે.

નવસારીના સ્ટેશન રોડે કાપડ, રેડીમેડ શો રૂમમાં વિકરાળ આગ

Share Your Views In Comments Below