નવસારી જિલ્લામાં વિદેશથી આવેલા 1226 લોકોમાં કોરોનાના ચિન્હો દેખાયા નથી. આ લોકોએ હોમ કવોરન્ટાઇનનો 14 દિવસનો ઓબ્ઝર્વેશન સમય પૂરો કર્યો છે. વિદેશથી આવેલ લોકોમાં કોરોના પોઝિટિવ હોય અને તેની સાથે સ્થાનિક સંક્રમિત થયા બાદ વધુ ફેલાય છે, જેને લઈને સરકાર વિદેશથી આવનારા લોકો ઉપર ખાસ નજર રાખી રહી છે.

જિલ્લામાં કોરોના વાઈરસ ફેલાયા બાદ કુલ 1292 વિદેશી પેસેન્જરો આવ્યા છે. આ તમામને કવોરન્ટાઇન કરાયા છે. જેમાંથી 1226 એ તો 14 દિવસનો ઓબ્ઝર્વેશન પિરિયડ પણ પૂરો કર્યો છે. આરોગ્ય વિભાગે આ લોકોની ચકાસણી કરી છે. જેમાં હજુ સુધી કોઈ પણ વ્યક્તિમાં કોવિડ 19ના ચિન્હો દેખાયા નથી. જોકે હજુ 66 વિદેશથી આવેલા હોમ કવોરન્ટાઇનમાં છે.

14 દિવસ બાદ પણ તકેદારી રાખવી જરૂરી
આમ તો વિદેશથી આવેલા 1226નો 14 દિવસનો ઓબ્ઝર્વેશન પિરિયડ પૂરો થયો છે પરંતુ 14 દિવસ બાદ 15થી 28 દિવસ સેલ્ફ રિપોર્ટિંગ પણ આ લોકોએ કરવાનું હોય છે. આ સમય દરમિયાન કોઈ તકલીફ થાય તો તંત્રનું ધ્યાન દોરવાનું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો 14 દિવસ બાદ પણ તકેદારી તો રાખવાની હોય જ છે.

જિલ્લામાં હજુ 66 હોમ ક્વોરન્ટાઇન
નવસારી જિલ્લામાં હવે જે હોમ ક્વોરન્ટાઇનમાં રહ્યા છે, તેમાં ત્રણ તાલુકાના જ મોટાભાગના છે. જેમાં નવસારી 17, જલાલપોર 33 અને ગણદેવી 10 છે. ચીખલીમાં 5 અને વાંસદામાં માત્ર 1 છે.

હાશ! વિદેશથી આવેલા 1226 NRIમાં કોરોનાના ચિન્હ નહીં

Share Your Views In Comments Below