નવસારી જીલ્લામાં કોરોનાનાં પગલે લોક ડાઉન અને આવશ્યક ચીજવસ્તુઓ ઉપર નગરપાલિકા કે જીલ્લા પ્રશાશનની મજુરી લેવી પડતી હોય છે.પણ વિજલપોર ખાતે ચીકન શોપના માલિકે વિજલપોર પાલિકાની મજુરી વગર ચીકન શોપ ખોલતા અને ફ્રોઝન કરેલું ચીકન વેચતા હોય રૂ. 6હજારનું ફ્રોઝનમાં રાખેલ ચીકન ઝપ્ત કર્યું હતું.અને પોલીસે ચીકન સંચાલકની જાહેરનામાંનાં ભંગ બદલ અટક કરી હતી.

વિજલપોર નગરપાલિકામાં ફરજ બજાવતા જગદીશભાઈ ડાહ્યાભાઈને માહિતી મળી હતી કે વિજલપોરના વિઠ્ઠલમદિર નજીક સંભાજી નગર ખાતે એક ચીકન શોપ ચાલુ રાખી છે અને તેમાં 10 દિવસ પહેલાનું ફ્રોઝનમાં રાખેલ ચીકનનું વેચાણ માટે વિજલપોર પાલિકાની પરવાનગી લીધી ન હતી.જેથી તેમણે વિજલપોર પોલીસનાં પોસઈ એસ.ડી.સાલુંકેને જાણ કરી શંભાજીનગર ખાતે આવેલ ચીકન શોપ ઉપર રેડ કરી તેમાં તપાસ કરતા 51 કિગ્રા વાસી ચીકન કીમત રૂ.6 હજાર મળી આવ્યું હતું.

જેને લઈને વિજલપોર પાલિકા દ્વારા વાસી ચીકન રાખવા અને શરીર માટે બિનઆરોગ્યપ્રદ,રોગ ફેલાવે તેવી શક્યતા હોય ચીકન શોપના સંચાલક વસીમ અબ્દુલ રસીદ (રહે.રગુન નગર,નવીન નગર પાસે,નવસારી) પાસે પાસ-પરમીટ ન હોય તેની કલેકટરના જાહેરનામાં ભંગ બદલ અટક કરી હતી. ઘટનાની ફરિયાદ જગદીશ ડાહ્યાએ આપતા વધુ તપાસ હેકો રમણ ભાઈ જયસિંહ કરી રહ્યા છે.

નવસારી નગરપાલિકામાં પણ જાહેરનામાંનાં ભંગ બદલ ચાર શાકભાજી વેચનાર ઝડપાયા. નવસારી નગરપાલિકા માં પાથરણા પાથરી શાકભાજી વેચનારા ચાર શાકભાજીવાળાએ નગરપાલિકા નવસારીની પરવાનગી ન લીધી હોય તેમની પણ નવસારી ટાઉન પોલીસે જાહેરનામાં ભંગ બદલ અટક કરી હતી.

જાહેરનામાનાં ભંગ બદલ ચીકન વેચનાર વેપારીની વિજલપોર પોલીસે અટક કરી

Share Your Views In Comments Below