નવસારી ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં આવેલ જમનાપાર્ક સોસાયટીમાં બે દિવસ પહેલા નવસારીની ગુમ થયેલ યુવતીની લાશ મળી આવતા ગ્રામ્ય પોલીસે તપાસ કરતા યુવતીની હત્યા ખુદ તેના પ્રેમીએ જ કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

નવી વસાહતમાં રહેતી જમનાબેન વસાવા (ઉ. 21 ) ગત તા.31 માર્ચનાં રોજ સાંજે ઘરેથી માથામાંની પીન લઈને આવું છું તેમ કહીને ઘરે પરત આવી ન હતી.યુવતીની લાશ તા.2 માર્ચનાં રોજ જમાલપોર ગામે આવેલ જમના પાર્ક પાછળ આવેલ ઝાડીઝાંખરામાં ડિસ્કમ્પોઝ હાલતમાં મળી હતી. જે બાબતે તેણીની ઓળખ થયા નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ થઇ હતી. જેમાં પોલીસે તપાસ કરતા યુવતીનો હત્યારો તેમનાં ઘરની નજીકમાં રહેતા ગોપી દંતાણી નામનો તેણીનો પ્રેમી જ નીકળ્યો હતો.

યુવતીને અન્ય સાથે પણ સબંધ હોય તેની શંકાનાં આધારે યુવતીના પ્રેમીએ તેણીને મળવા જમાલપોર ખાતે બોલાવ્યા બાદ બોલાચાલી થતા આવેશમાં આવીને ગોપી દંતાણીએ પ્રેમિકા જમના વસાવાનું ગળું દાબી દીધું હતું. જેમાં ગ્રામ્ય પોલીસના પોકો દિગ્વિજયસિહ વિનોદસિંહને મળેલ બાતમીને આધારે મૃતક જમના વસાવાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

બે ની વચ્ચે ત્રીજાનો પ્રવેશ અને યુવતી કમોતે મરી
મૃતક જમનાનાં સબંધ નવસારીના શાકમાર્કેટ પાસે તરોપા વેચતા ગોપી દંતાણી સાથે છ માસ પહેલા સબંધ બંધાયા હતા અને ત્રીજા યુવકની એન્ટ્રી થતા તેની સાથે સબંધ રાખવાની જીદ મૃતક જમનાએ પોતાના પ્રેમી ગોપી દંતાણીને કરી હતી. જે બાબતે તા.31 માર્ચ નાં રોજ ગોપીએ પ્રેમીકા જમનાને બોલાવી હતી અને જમના પાર્ક પાસે આવતા બને વચ્ચે વાતચીત થઇ હતી. ત્યાર બાદ યુવતીની હત્યા કરી દેવાયાનું પોલીસે જણાવ્યું હતું.

પ્રેમ સબંધ પૂર્ણ કરવાનું જણાવતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળું દાબી દીધું

Share Your Views In Comments Below