નવસારી આરોગ્ય વિભાગ દ્વારા બીજા જિલ્લાઓમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોની વધતી જતી સંખ્યા અને મોતના લીધે તાકીદે વધુ તૈયારીઓ હાથ ધરી છે, જેના ભાગ રૂપે નવસારી સિવિલ હોસ્પિટલ કહતે પણ 50 બેડનું નવું આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેના પગલે ઇન્ડોર દર્દીઓને જેતે તાલુકાઓના પીએચસી અને સીએચસી સેન્ટરો પર મોકલવામાં આવી રહ્યા છે.

નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણ કેસો વધે નહિ અને નવસારી જિલ્લો હજુ પણ સુરક્ષિત રહે તેના ભાગ રૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે 50 બેડનો આઇસોલેશન વોર્ડ બનવવામાં આવી રહ્યું છે. જેના માટે સિવિલના ઇન્ડોર વિભાગમાં એડમિટ કરેલા તમામ દર્દીઓને હાલ જેતે તાલુકાના પીએચસી અને સીએચસી સેન્ટરો પર મોકલવામાં આવી રહ્યા છે.

છેલ્લા બે દીવાડ દરમ્યાન 100થી વધુ દર્દીઓને સિવિલ ખાતેથી રજા આપીને રવાના કરાવવામાં આવ્યા છે. જ્યારે મહિલા વિભાગના દર્દીઓને નર્સિંગ વિભાગના ક્વાત્રોમાં બેડની સુવિધા આપીને ટ્રાન્સફર કરાયા છે. જેથી તેમને કોઈપણ પ્રકારની અગવડ ન પડે.

સિવિલ સ્ટાફ સતત ખડેપગે હાજર
નવસારી સિવિલ આરોગ્ય વિભાગ દ્વારા તમામ સ્ટાફને હાલ રજાઓ બાજુએ મૂકીને 24 કલાક ઓન ડ્યૂટી પર ફરજ પર રહેવા માટેના સૂચનો કરવામાં આવ્યા છે. જેથી કોરોનની કોઈપણ પરિસ્થિતિમાં લડત આપવા માટે સજ્જ રહેવાય. સફાઈ કર્મચારી, ટેક્નિશિયન, કોમ્પ્યુટર વિભાગ, ડોક્ટરો અને બીજા સેક્યુરીટી વિભાગના કામદારોને પણ સતત હાજર રહેવા માટે સૂચનો આપવામાં આવ્યા છે.

નવસારી સિવિલમાં ઇનડોર વિભાગ ખાલી કરાવી આઈસોલેશન વોર્ડ બનાવવાની તૈયારીઓ શરૂ

Share Your Views In Comments Below