નવસારીમાં ટપાલ વિભાગ દ્વારા પેન્શનરો અને વિધવા મહિલાઓને તેમના ઘરે જઈને રૂ.1.32 કરોડનું ચૂકવણું પોસ્ટકર્મીઓ દ્વારા કરાયું હતું.પોસ્ટ ઓફિસ દ્વારા આગામી સમયમાં પણ ઘરે ઘરે જઈને સહાય કરાશે તેવી પણ માહિતી મળી છે.

નવસારી ટપાલ વિભાગ દ્વારા Covid-19ના અનુસંધાને લોકડાઉનના સમયગાળા દરમિયાન વૃદ્ધ, અશક્ત અને વિધવા બહેનોને ઘરે બેઠા સહાય તથા પેન્શન ચુકવણીની વ્યવસ્થા કરાઇ છે. તા.3 અને 4 એપ્રિલે 2016 ગંગા સ્વરૂપ વિધવા બહેનો અને 359 સેવા નિવૃત્ત પેન્શનરોને અનુક્રમે 54 લાખ અને 78 લાખનું ચુકવણું કરાયું છે.

તેમજ અન્ય બેંકના ખાતામાં જમા થયેલી સહાય ટપાલ વિભાગની AePS પેમેન્ટ સીસ્ટમ(આધાર ઇનેબલ પેમેન્ટ સીસ્ટમ)સુવિધાના માધ્યમથી 48 હજાર જેટલી રકમનું બેન્કના ખાતાધારકોને કોઈપણ પ્રકારના ચાર્જ વગર ઘરે બેઠા નવસારી ટપાલ વિભાગ દ્વારા ચુકવણી કરાઇ છે. તેમજ મેડીકલ દવાઓના પાર્સલની પણ ડિલિવરી અગ્રિમતાના ધોરણે કરાઇ રહી છે. ટપાલ વિભાગ દ્વારા કપરા સમયમાં પણ પોતાની આવશ્યક સેવાઓના માધ્યમથી જરૂરિયાતમંદોને તથા સમાજોપયોગી થઇ રહ્યું છે.

આગામી દિવસોમાં પણ સેવા આપીશું
અગામી દિવસોમાં પણ પેન્શનરો અને વિધવા મહિલાઓના ઘર પાસે જઈને આ સેવા આપવામાં આવશે. ખાતેદારોએ નજીકની પોસ્ટ ઓફિસ અથવા IPPB શાખાનો મોબાઈલ નંબર 9833703268 અને 7746027026 પર સંપર્ક કરી નાણાકીય સગવડ મેળવી શકે એમ છે. તેમ ગૌતમ આર. ભાનાણી, સિનિયર સુપ્રિટેનડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, નવસારી ટપાલ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

પોસ્ટની બેસ્ટ સેવા, 2 દિવસમાં 2375 પેન્શનરને 1.32 કરોડ ચૂકવ્યાં

Share Your Views In Comments Below