વિજલપોર વિસ્તારના મોટા ભાગના વિસ્તારોમાં સરકારે લોકોને સહાય આપી છે. ખાનગી સંસ્થાઓ પણ આવા ગરીબ અને અશકત લોકોને બે ટાઈમ ભોજન પહોંચાડે છે. વોર્ડ નં. 9ના જયશક્તિ નગરમાં રહેતા કેટલાય પરિવારો હજુ પણ કોઈ પણ સહાયથી વંચિત છે.

નવસારીમાં ખાનગી સંસ્થાઓ દ્વારા ખુબજ સારી કામગીરી કરાઈ રહી છે, રોજના હજારો ગરીબોને ભોજન અને રાસનની કિટ આપવામાં આવે છે ત્યારે કેટલાક જરૂરિયાતમંદ લોકો સુધી સહાય પહોંચી નથી. આ સ્થિતિને લઈને સોમવારે વિજલપોર પાલિકાના ઉપપ્રમુખ સંતોષ પુંડકરે અને જિલ્લા વિકાસ અધિકારી પ્રીતિબેન ઠક્કરે આવા વિસ્તારોની મુલાકાત લીધી હતી.

મુલાકાતમાં પુંડકરે વિજલપોરના શ્રમજીવી પરિવારોને સસ્તુ અનાજ આપવાની રજૂઆત કરી હતી અને જિલ્લા કલેક્ટરને આ અંગેનો એક લેખિતમાં પત્ર પણ લખ્યો છે.

વિજલપોરમાં કેટલાય પરિવારને બે ટંક ભોજન પણ મળતું નથી

Share Your Views In Comments Below