દાંડીની પસંદગી મનુષ્યની નથી પણ ઇશ્વરની છે જેવુ વિધાન ગાંધીજીએ જે ગામ માટે ઉચ્ચાર્યુ હતું તે દાંડી ગામ ખાતે 6ઠ્ઠી એપ્રિલ 1930ના રોજ મહાત્મા ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડી નમકના કાળા કાયદાનો ભંગ કરી બ્રિટિશ સલ્તનતના પાયાને લૂણો લગાડ્યો હતો. ભારતની આઝાદીની ચળવળની આ ગૌરવવંતી ઘટના ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત થઇ હતી.

આ ઘટનાની યાદરૂપે દાંડી ખાતે વર્ષોથી ગુજરાત કે અન્ય રાજયની અનેક સંસ્થાઓ દ્વારા 6ઠ્ઠી એપ્રિલે વિવિધ કાર્યક્રમો યોજી દાંડીકૂચની ઉજવણી કરવામાં આવતી હતી. દાંડીકૂચની ઉજવણીમાં કોંગ્રેસ સેવાદળ દ્વારા મટવાડથી દાંડી સુધી તથા સ્થાનિક ગાંધીવાદીઓ દ્વારા ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશનથી દાંડી સુધીની પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવતું હતું.

તે ઉપરાંત રેંટિયો કાંતણના કાર્યક્રમો પણ યોજાતા હતા પરંતુ હાલ દેશમાં ફેલાઈ રહેલા કોરોના વાઈરસના પગલે સમગ્ર દેશને લોકડાઉન કરી ધારા 144 લાગુ કરવામાં આવી આવી છે, જેની અમલવારી સમગ્ર દેશમાં ચાલી રહી હોવાથી આજે દાંડી ખાતે દાંડીકૂચની સ્મૃતિરૂપે યોજાતા કોઇ પણ કાર્યક્રમો યોજાયા ન હતા. 6ઠ્ઠી એપ્રિલે યોજાતા આવા કાર્યક્રમો થકી દાંડી ખાતે ગાંધીવાદીઓ સહિત વિવિધ સંસ્થાના લોકો તથા ગ્રામજનો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હતા, જેના કારણે સ્મારકના પરિસરમાં લોકોનો મોટો જમાવડો જોવા મળતો હતો પરંતુ લોકડાઉનના કારણે આવો એક પણ કાર્યક્રમ ન થતાં ઐતિહાસિક દાંડીના સ્મારકો સૂમસામ ભાસી રહ્યા હતા.

5મી એપ્રિલે 241 માઈલનો રસ્તો કાપીને સવારે 8 વાગે તેઓ દાંડી પહોંચ્યા અને યજમાન સિરાજુદ્દીન વાસી શેઠને ત્યાં મુકામ કર્યો. 6ઠ્ઠી એપ્રિલ 1930ના દિવસે સવારે 6 વાગે ગાંધીજી તેમના સૈનિકો અને હજારો યાત્રીઓ સાથે સમુદ્રસ્થાન માટે દાંડીના દરિયાકિનારે પહોંચી ગયા. બરાબર 6.30 કલાકે એમણે મીઠાની એક ચપટી ભરીને કહ્યું ‘બ્રિટીશ સામ્રાજ્યની ઈમારતના પાયામાં હું આથી લૂણો લગાડું છું.’ તરત જ હજાર લોકોની ગગનભેદી જયનાદ ગાજી ઉઠ્યો અને ઐતિહાસિક દાંડીકૂચ અહિંસક ધર્મ-યુદ્ધની એક જ્વલંત સીમાસ્તંભ બની ગઈ. મીઠાના કરની સામે શરૂ કરેલા આ સ્વરાજ્યની લડત પાછળ ભારતની સમગ્ર પ્રજાનો પ્રતિઘોષ ને વખતે સંભળાતો હતો.

6 થી 16 એપ્રિલ બાપુએ નવસારી જિલ્લામાં ફરી લોકોને સત્યાગ્રહનો મર્મ સમજાવ્યો હતો
6ઠ્ઠી એપ્રિલથી 16 એપ્રિલ સુધી ગાંધીજી આસપાસના આટ, ભીમરાડ, ઉબેર, બુડીયાકરાડી વગેરે અનેક ગામોમાં પ્રજા વચ્ચે ફર્યા. પ્રજાને સત્યાગ્રહનો મર્મ સમજાવ્યો અને સામૂહિક કાયદાભંગના કાર્યક્રમો યોજ્યા. ઉપરાંત ધરાસણાના મીઠાના અગરો ઉપર ધાડ લઈ જવાનું આયોજન કર્યું અને તે બાબતની વાયસરોયને અગાઉથી ખબર પણ આપી. પરિણામે તા. 5-5-1930ની મધરાતે કરાડીની ઝૂંપડીમાંથી ગાંધીજીને ઉઠાવી નવસારી-વેડછી સ્ટેશન વચ્ચેના રેલવે કેબિન આગળ તૈયાર રાખેલા સલુનમાં બેસાડી યરવડા જેલ મોકલી દેવાયા હતા અને ઐતિહાસિક દાંડીકૂચની પૂર્ણાહુતિ થઈ હતી.

દાંડીકૂચને 90 ‌વર્ષ પૂરા : ઉજવણીની કૂચ કોરોનાએ અટકાવી

Share Your Views In Comments Below