પેટ્રોલ, ડીઝલનો વપરાશ અંદાજે 82 ટકા ઘટી જવાથી છેલ્લા ઘણાં વર્ષોમાં નવસારીમાં પ્રથમવાર વાયુ પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે.

નવસારીમાં ધુમાડો ઓકતા કારખાનાઓનું પ્રદુષણ નહીંવત પ્રમાણમાં છે. વાયુ પ્રદુષણ જે શહેરમાં છે તેમાં શહેરમાં મુખ્યત્વે પેટ્રોલ, ડીઝલવાળા વાહનોના ધુમાડા જ વધુ છે. શહેરમાં હજારોની સંખ્યામાં વાહનો મોટી સંખ્યામાં ધુમાડો ઓકે છે, જે લોકોના શરીરમાં જાય છે.

જો કે હાલ કોરોનાને કારણે થયેલા લોકડાઉનમાં આ વાહનો દ્વારા ફેલાતું પ્રદુષણ પણ નવસારીમાં વર્ષો બાદ ખુબ જ ઘટી ગયું છે. આંકડાકીય વિગતો જોઈએ તો નવસારીના ટોચના પેટ્રોલપંપ ધારકે જણાવ્યું કે, તેમને ત્યાં પેટ્રોલ-ડીઝલનું રોજનું વેચાણ જે 18 હજાર લિટર હતું તે માંડ 3થી સાડા 3 હજાર લિટર જ થઈ ગયું છે, જે અંદાજે 82 ટકાનો ઘટાડો સૂચવ છે. આવી જ હાલત અન્ય પેટ્રોલપંપોની પણ છે. વાહનનો ધુમાડો કાર્બન મોનોકસાઈડ, નાઈટ્રસ ઓકસાઈડ જેવા છોડે છે, જે હાનિકારક છે.

વાહનોની અવરજવર ઘટવાથી માત્ર વાયુનું પ્રદુષણ જ ઓછુ થયું નથી પરંતુ ધ્વનિ પ્રદુષણ પણ એટલું જ ઓછુ થયું છે. ધ્વનિ પ્રદુષણ પણ 80થી 82 ટકા ઘટી ગયું છે. આમ તો મેટ્રો શહેરોની જેમ વાયુ, ધ્વનિ પ્રદુષણ નવસારીમાં માપવામાં આવતું નથી પરંતુ વાહનોની અવરજવર ખુબ ઘટતા પ્રદુષણ ખુબ જ ઘટી ગયું છે એ હકીકત છે. શહેરમાં વર્ષો બાદ પ્રથમ વખત જ વાયુ, ધ્વનિ પ્રદુષણ લગભગ તળિયે જઈ પહોંચ્યું છે.

શહેરમાં મોર અને ઢેલના પણ ટહુકા
હાલ મોર સહિતના પક્ષીઓ શહેરમાં વધુ દેખાય છે એ વાત સાચી છે. શહેરમાં ફેલાતા વાયુ, ધ્વનિ, પ્રદુષણ પક્ષીઓ માટે હાનિકારક છે. પક્ષીઓ સહન કરી શકતા નથી. વાયુ, ધ્વનિ પ્રદુષણ પક્ષીઓની ‘બાયોલોજીકલ સાયકલ’માં ડિસ્ટર્બન્સ ઉભુ કરે છે. હાલ પ્રદુષણ ખુબ ઘટતા તેમની બાયોલોજીકલ સાયકલમાં તંદુરસ્તી રહે છે. - ડો. જયેશ નાયક, પર્યાવરણવિદ, ખખવાડા

વાયુ પ્રદુષણથી શ્વાસ-ફેફસાના રોગ થાય છે
વાહનના ધુમાડાની અસર : વાહનના ધુમાડાથી નાકની બિમારીઓ થાય છે, ખાસ કરીને શ્વસનતંત્રને લગતા રોગો થાય છે અને ફેફસાના રોગો પણ થાય છે. - ડો. રાજેશ મિસ્ત્રી, નવસારી

હવામાં ભળતા રજકણોનું પ્રદુષણ અટક્યું
નવસારીમાં અન્ય ઉદ્યોગ તો નથી પણ બાંધકામ ઉદ્યોગ સારો રહ્યો છે. જોકે હાલ તે પણ બંધ જ છે, જેથી બાંધકામ ઉદ્યોગને લગતું પ્રદુષણ (હવામાં ભળતા રજકણો) પણ નહીંવત છે.

વધુ ધ્વનિ પ્રદુષણ મગજ માટે હાનિકારક
ધ્વનિ પ્રદુષણ : આપણી સાંભળવાની ક્ષમતા કરતા વધુ ધ્વનિ કાને અથડાય ત્યારે હાનિ થાય છે. ધ્વનિ પ્રદુષણ કાન વાટે મગજને પણ અસર કરે છે અને માણસનો સ્વભાવ પણ બદલાય છે એમ પર્યાવરણવિદ ડો. જયેશ નાયક જણાવે છે.

માનવ ઘરરૂપી જેલમાં, પ્રકૃતિ ગેલમાં

Share Your Views In Comments Below