નવસારી જિલ્લો હજુ સુધી કોરોના મુક્ત છે પરંતુ અચાનક હોસ્પિટલ કોર્ડન કરાઈ છે,એનજીઓનું અન્નદાન બંધ કરાયું છે. જો કે આ અંગે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બંનેએ જણાવ્યું હતું કે, હજુ સુધી નવસારીમાં એક પણ કેસ પોઝિટિવ નથી,ત્રણ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને,બે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે હાલ કોરોનના પગલે આરોગ્ય તંત્ર સાબદું બનીને તૈયારીઓમાં લાગ્યું છે.જોકે નવસારી સિવિલના ઇન્ડોર વિભાગમાં 100 બેડની સુવિધા ઉભી કરાઈ છે.તેમજ હવે સાવચેતીના ભાગરૂપે સિવિલના મુખ્ય માર્ગથી લઈને ઇન્ડોર વિભાગને રાતોરાત કોર્ડન કરાયું છે. આરોગ્ય વિભાગની તૈયારીઓ જોતા કહી શકાય કે આવનારા દિવસોમાં કોરોના સામે આરોગ્ય તંત્ર વધુ સજ્જ બન્યું છે. વેન્ટિલેટરની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. આખો ઇનડોર વિભાગ સ્ટાફ સાથે ગમે ત્યારે ગમે તેવી સ્થિતિમાં પહોંચી વળવા તૈયાર કરાયો છે.

દરેક શહેરમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાય તે સાથે એક દર્દીના સંક્ર્મણથી પોઝિટિવનો આંક સડસડાટ ઉપર ચડતો જોવા મળ્યો છે ત્યારે નવસારી માટે આશ્વાસનરૂપ બાબત માત્ર એટલી છે કે હજુ સુધી અહીં એક પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી. પરંતુ કોરોના શંકાસ્પદના કેસમાં અન્ય શહેરોની જેમ નવસારીમાં જવાબદાર તંત્ર લોકોને સાવધ કરવા પારદર્શકતા જાળવતું નથી તે બાબત પણ ગંભીર છે.અચાનક હોસ્પિટલ કોર્ડન કરાઈ છે, એનજીઓનું અન્નદાન બંધ કરાયું છે. ત્યારે લોકોમાં કોઈ ગેર સમજ કે ભય ના ફેલાય તે માટે વહીવટી તંત્રએ યોગ્ય ખુલાસો કરવો જોઈએ તેના બદલે આરોગ્ય તંત્ર મીડિયાથી અંતર જાળવી રહ્યું છે.

સોશ્યિલ મીડિયામાં ફેલાતી અફવાઓ સામે તંત્ર આકરું બન્યું છે તે આવકારદાયક છે પરંતુ પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી લોકો સુધી સચોટ અને વાસ્તવિક સ્થિતિ પહોંચતી રહે તે પણ તંત્રની નૈતિક ફરજ છે.કોઈ પણ ગંભીર બાબત છુપાવવાની નીતિ નવસારી માટે નરસી સાબિત થઇ શકે છે.

અન્ય શહેરોમાં NGO સામે ફરિયાદથી નવસારીમાં આજથી અન્નદાન બંધ
વિવિધ શહેરોમાં 144 ધારા અંતર્ગત ખાનગી એનજીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે ત્યારે નવસારીમાં હજારો ગરીબો માટે આશીર્વાદરૂપ રામરોટી સંસ્થાએ ગુરુવારથી અન્નદાન બંધ કરવાનો નિર્ણય લીધો છે.સેવાકીય હેતુથી જાણે અજાણે કાયદાનું સન્માન ન જળવાય તેવું ન બને તે માટે આ સેવા 14 એપ્રિલ સુધી બંધ કરાઈ છે.

તંત્રે અન્નદાનની વ્યવસ્થા ગોઠવવી જરૂરી
નવસારીમાં આશપુરા મંદિર બહાર બેસ્ટ ભિક્ષુકોએ પણ દીવડા પ્રગટાવી વિકટ સ્થિતિના અંધકારમાંથી પ્રભુ ઉજાસ તરફ લઇ જાય તેવી પ્રાર્થના કરી હતી ત્યારે આવા અનેક નિરાધાર લોકો ભૂખ્યા પેટે ન સુવે તે માટે તંત્રે અન્નદાનની વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે.ભરૂચ સહિતના કેટલાક શહેરોમાં એનજીઓને કે સેવાકીય સંસ્થાઓ પર અન્નદાન કરવા સીધી રોક લગાવાઈ છે પરંતુ ફૂડ પેકેટ કે ભોજન તંત્રને પહોંચાડવા તંત્રને પરવાનગી અપાઈ છે આ ભોજન તંત્ર નિરાધારો સુધી પહોંચાડશે અહીં પણ આવી વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે. - પ્રેમચંદ લાલવાણી,રામરોટી પરિવાર

હોસ્પિટલ કોર્ડન, NGOનું અન્નદાન બંધ, તંત્ર કહે છે હજુ સબ સલામત

Share Your Views In Comments Below