કોરોનાને લઈને નવસારી જિલ્લામાં અંદાજે 400 જેટલી બોટ કિનારે પરત આવી છે, જેમાં આવેલા અંદાજે 2 હજારથી વધુ માછીમારોને હોમ ક્વોરન્ટાઈન કરવા પડ્યા છે. કોરોનાને કારણે જ્યાં જમીન ઉપર નોકરી ધંધો કરતા લોકોને નુકસાન થયું છે ત્યાં બીજી તરફ પાણી(દરિયો)માં રોજીરોટી કમાતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. દરિયાકિનારે આવેલા નવસારી જિલ્લામાં હજારો લોકો દરિયામાં ફિશિંગ કરવા જાય છે, તેઓ તકલીફમાં મુકાઈ ગયા છે.

માછીમાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જિલ્લામાંથી સમુદ્રમા મચ્છમારી કરવા અનેક બોટ ગઈ હતી પરંતુ કોરોનાને લઈ અંદાજે 380થી વધુ (400 જેટલી)બોટ પરત જિલ્લાના દરિયાકિનારે આવી ગઈ છે. આ બોટમાં સવાર 3800થી વધુ માછીમારો પણ પરત આવ્યા છે. આ માછીમારોમાં જિલ્લા અને રાજ્ય બહારના પણ છે પરંતુ અંદાજે (ચોક્સસ આંક નહીં) 2 હજારથી વધુ માછીમારો તો જિલ્લાના જ પરત આવ્યા છે. આ પરત આવેલા જિલ્લાના માછીમારોની કોરોના તકેદારી અર્થે તપાસ કરી 14 દિવસના હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.હજુ કોઈ માછીમારમાં કોરોનાના લક્ષણ દેખાયા નથી.

જિલ્લામાં ક્યાં કેટલી બોટ પરત આવી
કૃષ્ણપુર 210થી વધુ, ઓંજલ-માછીવાડ 50થી વધુ, બોરસી-માછીવાડ 3, ધોલાઈ અને ભાટ 108થી વધુ

સાવચેતી માટે મહિનો વહેલી બોટ લવાઈ
કોરોનાને લઈ અમારે સાવચેતીરૂપે અમારી બોટ લગભગ એક મહિનો વહેલી લાવવી પડી છે. ઓંજલમાં જ 50 બોટ આવી છે. માછલીઓનું પણ નુકસાન થયું છે. બોટ દીઠ અંદાજે બેથી અઢી લાખ રૂપિયાનું નુકસાન થયું છે. - ભાવેશ ટંડેલ, બોટ માલિક, ઓંજલ માછીવાડ

બોટ દીઠ 2.25 લાખ લેખે 9 કરોડનું નુકસાન
નવસારી જિલ્લાના માછીમારોને કોરોનાથી ભારે નુકસાન થયું છે. બોટ દીઠ 2.25 લાખનું નુકસાન ગણીએ તો 400 બોટનું 9 કરોડ નુકસાન થયું એમ કહી શકાય. આ ઉપરાંત ઘણી બોટ તો ઓખા પણ લાગરવામાં આવી છે. જ્યાં પણ માછીમારો હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.

છૂટી છવાઇ બોટ હજુ પરત આવી રહી છે
નવસારી જિલ્લામાં જે માછીમારો હોમ ક્વોરન્ટાઇન કરાયા છે તેમના ઘણા ઓછાનો 14 દિવસના ઓબ્ઝર્વેશન પિરિયડ પૂરો થયો છે,જોકે આગામી બે ત્રણ દિવસમાં ઘણાનો પૂરો થશે,હજુ ય છૂટીછવાઈ બોટ આવી રહી છે. મંગળવારે ત્રણ બોટ જલાલપોર તાલુકામાં આવી હતી.

નવસારીમાં કોરોનાને લઈ 400 ફિશિંગ બોટ પરત

Share Your Views In Comments Below