નવસારીનાં ઝવેરી સડકથી ભેસતખાડા રોડ વિસ્તારમાં આવેલ અનાજના ગોડાઉનમાં વહેલી સવારે અનાજના ગોડાઉનમાં મારેલ બે તાળા તોડીને અદર મુકેલ તુવેર અને બાસમતી ચોખાની કુલ્લે 12 કટ્ટા ચોરાઈ ગયા હતા. નવસારીમાં કલમ 144 ને પગલે પોલીસ જયારે ઘરની બહાર બેસેલા લોકોને પણ કોરોના ને લઈને જાહેરનામાં નો ભંગ કરે છે ત્યારે નવસારીમાં ચોરોએ પોલીસ નાં પેટ્રોલિંગનાં ધજાગરા ઉડાડી દીધા હતા.

નવસારીના તિઘરા વિસ્તારમાં રહેતા રાજુ પારસમલ જૈન (રહે તિઘરા રોડ નવસારી )નું ભેસત ખાડા વિસ્તારમાં અનાજનું ગોડાઉન આવેલું છે. જેમાં તેઓ ઘઉં, ચોખા, દાળનાં કટ્ટાઓનું સંગ્રહ કરે છે. ત્યાં આજે બુધવારે સવારે 6 થી 7 વાગ્યાના સુમારે અજાણ્યા લોકોએ ગોડાઉનમાં મારેલ બે દરવાજાનાં તાળા તોડી ગોડાઉનમાં મુકેલ આશરે 10 તુવેર ની દાળનાં કટ્ટા અને 2 બાસમતી ચોખાના કટ્ટા મળી કુલ્લે 12 જેટલા કટ્ટાઓ કિંમત રૂ.22 હજાર કોઈ વાહનમાં મૂકી લઈ ગયા હતા.

સવારે 7-૩૦ વાગ્યા નાં સુમારે ગોડાઉનનાં બારણા ખુલ્લા જોતા સ્થાનિકોએ ચોરી થયા બાબતે ગોડાઉનનાં માલિકને જાણ કરી હતી. આ બાબતે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. એક માસ પહેલા પણ ઝવેરી સડક વિસ્તારમાં આવેલ અનાજ નાં ગોડાઉનમાં પણ ચોરી થઇ હતી અને અનાજનાં કટ્ટાઓ પણ ચોરી ગયા હતા, ત્યાર બાદ બીજા માસમાં બીજી ચોરી થઈ હોવાની માહિતી મળી છે.

બોલો ! નવસારીમાં લોકડાઉનમાં અનાજના ગોડાઉનનાં લોક તૂટ્યાં

Share Your Views In Comments Below