હાલ નવસારી જિલ્લામાં લોકડાઉનને સફળ બનાવવા પોલીસની સાથે ખભેખભે મિલાવી કામ કરતા 700થી હોમગાર્ડ જવાનોને છેલ્લા બે મહિનાથી વેતન જ મળ્યું નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં હોમગાર્ડની ભૂમિકા ખુબ જ વધી ગઈ છે. હાલના કોરોના લોકડાઉનના સમયમાં તો લોકડાઉનને સફળ બનાવવા ઠેર ઠેર હોમગાર્ડ જવાનો ફરજ બજાવતા નજરે પડે છે. દુ:ખદાયક વાત એ છે કે સરકાર આ કપરા સમયમાં હોમગાર્ડ ભણી જ જોવાનું ચૂકી ગઈ છે. આર્થિક અને પારિવારીક જવાબદારીને કોરાણે મુકી ફરજ બજાવનાર હોમગાર્ડને બીરદાવવા રહ્યાં.
નવસારી જિલ્લામાં હોમગાર્ડમાં 700થી વધુ લોકો ફરજ બજાવે છે. આ હોમગાર્ડના જવાનોનો ફેબ્રુઆરી માસ અને ત્યારબાદ માર્ચ મહિનાનો પણ પગાર થયો નથી. લગભગ આખો દિવસ લોકડાઉનમાં ભરગરમીમાં ફરજ બજાવતા આ ગાર્ડને બે માસથી વેતન ન મળતા હાલત કફોડી થઈ ગઈ છે.
જ્યાં સરકાર ખાનગી કંપનીઓને લોકડાઉનમાં વેતન આપવાની વાત કરે છે ત્યાં હોમગાર્ડ તો ફરજ બજાવે છે છતાં નિયમિત વેતન ચૂકવાયું નથી. અહીં ઉલ્લેખનીય છે કે હોમગાર્ડને 304 રૂપિયાનો રોજ ચૂકવાય છે, જેમાં પણ પાંચ-છ વર્ષથી વધારો જ કરવામાં આવ્યો નથી.
પહેલા 6 પછી 8 હવે 12-12 કલાક કામ
આમ તો હોમગાર્ડને અગાઉ 6 કલાક કામ કરાવાતુ હતું, તે બાદમાં 8 કલાક કરાયું હતું. નોંધનીય વાત એ છે કે હાલ લોકડાઉનમાં તો 12-12 કલાક ફરજ નિભાવવી પડે છે. કામ વધ્યું છે ત્યાં પગાર વધ્યો તો નથી પણ નિયમિત પણ થતો નથી, જેનું દુ:ખ છે.
ગ્રાંટ આવતા સાથે વેતન ચૂકવી દેવાશે
બે મહિનાનું વેતન નથી ચૂકવાયું એ સાચુ છે. ગ્રાંટ અંગે અમદાવાદ મેઈન ઓફિસમાં વાત કરી છે, જે આવી જતા તુરંત જ વેતન ચૂકવી દેવામાં આવશે. - મહેન્દ્ર પટેલ, જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડ
15 લાખ લોકોને હોમમાં સુરક્ષિત રાખી 8ના બદલે 12 કલાક ફરજ બજાવતા 700 હોમગાર્ડ પગાર વિહોણા