આખો દેશ લોકડાઉન છે, લોકો ઘરોમાં છે, ઓફિસો, રેલવે,બસ, દુકાનો બંધ, દિવસે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે એવા લોકો પણ આપણી વચ્ચે છે જે પોતાનો પરિવાર અને બાળકોને મૂકીને આપણા માટે ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. ઘરની જવાબદારીઓ અને સંતાનોના રડતા ચહેરાને મૂકીને માત્ર દેશ અને આપણા માટે આવી મહિલા કર્મીઓ કોરોનાને માત આપે છે.
2 વર્ષની દીકરીને અમદાવાદ માતાના ઘરે મોકલી
જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી અમારી કામગીરી વધી ગઈ છે. મારી 2 વર્ષની દીકરી હિયાને હાલ મારા માતાના ઘરે અમદાવાદ મૂકી આવી છું. નાની છે એટલે મારા વગર રહી શકતી નથી અને એના પાપા પણ સુરત કામ કરતા હોવાથી એકબીજાથી ખુબ દૂર છે પરંતુ ફરજ પણ અદા કરવી જરૂરી છે. વીડિયો કોલ કરી જોઈ લઉં છું અને દીકરીને યાદ કરતી રહું છું. - શ્વેતા પંકજભાઈ પટેલ, એએસઆઈ, જલાલપોર
અમે બન્ને ફરજ પર, દીકરી નાનીની ગોદમાં
4 વર્ષથી હું અને મારા પતિ અમે બંને પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકેની ફરજ અદા કરીએ છીએ. મને 6 વર્ષની દીકરી જીયા છે. અમે નોકરી કરીને ઘરે જઈએ અને અમારી દીકરીને કોઈ ચેપ લાગી ન જાય તે માટે અમે વહાલસોયીને મારા માતા પાસે મૂકી આવ્યા છે. એના વગર ગમતું નથી પરંતુ લોકો માટે અમે દિવસ-રાત અમારી તબિયત જોયા વગર ફરજ બજાવીએ છીએ. પરિવાર પછી પહેલા દેશ છે અને એજ અમારી પહેલી ફરજ છે. - બીના ઈશ્વર પટેલ, મહિલા કોન્સ્ટેબલ, વિજલપોર
‘મમ્મી તું પણ મારી સાથે ઘરે જ રહેને’
આરોગ્યકર્મી તરીકે અમારી બેવડી જવાબદારી છે. લોકોના સ્વાસ્થ્ય માટે અમારે ઘરે-ઘરે જઈને તેમની તપાસ કરવાની હોય છે. સગર્ભા અને બાળકોની તપાસ કરવાની હોય છે, ઘરે મારી 12 વર્ષની દીકરી મારી રાહ જોતી હોય છે, ડર પણ લાગતો હોય છે પણ અમે ઘરે બેસી જઈશું તો લોકોનું ધ્યાન કોણ રાખશે. મારી દીકરી પણ મને પૂછે છે કે ‘મમ્મી તું પણ મારી સાથે ઘરે જ રહને’. કદીક આંખમાં આંસુ પણ આવી જાય છે. - જીજ્ઞાશા નવીન બ્રહ્મખત્રી, પીએચસી કર્મી
અમારૂ વિચારીશું તો શહેરનું કોણ વિચારશે
અમે સવારથી લોકો માટે કામ કરતા હોઈએ છે. મારે 3 સંતાનો છે પણ ઘરની જવાબદારી મારા માથે છે એટલે કોરોના વિશે વિચાર્યા વગર સવારથી ભગવાનનું નામ લઈને વિજલપોરને સાફ કરવા નીકળી પડીએ છીએ. લોકો પણ પૂછે છે કે તમને ડર નથી લાગતો પણ જવાબદારી અમને કોરોનાથી લડવાની તાકાત આપે છે. જો અમે અમારું વિચારીશું તો શહેરનું કોણ વિચારશે, એટલે અમે બધું ભૂલીને કામ કરવા નીકળી પડીએ છીએ. - બેબીબેન કુરડીસી, સફાઈકર્મી, વિજલપોર
પતિ નથી છતાં 3 બાળકોને ઘરે મૂકી ફરજ બજાવુ છું
મારા પતિ ઘણા વર્ષો પહેલા ગુજરી ગયા છે એટલે ઘરની જવાબદારી મારા માથા ઉપર છે. ઘરની જવાબદારી મને બધું ભુલાવી દે છે. લોકો ઘરોમાં બંધ છે અને અમે સવારથી જ ગામની સફાઈ કરવા માટે નીકળી પડીએ છીએ. ડર તો ઘણો લાગે છે પણ જો કામ ન કરીએ તો ઘર કોણ ચલાવશે અને અમારું કામ કોઈ ન કરી શકે. જેથી બાળકોને મૂકીને કામ પહેલા અમારી ફરજ છે કે અમે પરિવારનું બહાનું કાઢીને ઘરે નથી બેસી શકતા. - પૂજા જીવરાજ સોનવણે, સફાઈકર્મી, વિજલપોર
આ મહિલા કર્મીઓેના જુસ્સાને સલામ, લોકો માટે ઘર ભૂલી