કોરોના વાઇરસ (કોવિડ-૧૯) સામેની લડાઇમાં નવસારી જિલ્લા પ્રશાસન, પોલીસતંત્ર, નગરપાલિકા, પંચાયતો વગેરેની સહિયારી કામગીરીને પગલે જિલ્લામાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. દરમિયાન લોકડાઉનનાં ૧૫ દિવસ દરમિયાન પોલીસતંત્રે સમગ્ર જિલ્લામાં ખૂબ જ સંયમથી ફરજ બજાવી છે. જો કે, ખોટા બહાના બનાવી લોકડાઉન દરમિયાન લટાર મારવા નીકળતા વાહનચાલકો સામે પોલીસે કડક વલણ અપનાવી જાહેરનામાનો ભંગ કરનાર ૧૮૬૫ જેટલા કાયદેસરની કાર્યવાહી કરી હતી.

નવસારી જિલ્લામાં લોકડાઉનના પંદર દિવસ દરમિયાન પોલીસતંત્રએ કરેલી કામગીરીનો ચિતાર આપતા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. ગિરીશ પંડયાએ જણાવ્યું કે,લોકડાઉન દરમિયાન વિવિધ જાહેરનામાના ભંગ બદલ કુલ ૧૫૯૨ કેસ કરવામાં આવ્યા છે. જેમાં ૧૮૬૫ જેટલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ડ્રોન કેમેરાની મદદથી લોકો પર વોચ રખાઇ રહી છે. બિનજરૂરી રીતે એકત્ર થતા લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૩ કેસ કરવામાં આવ્યા છે. સોસાયટીઓ તથા મહોલ્લામાં એકત્ર થતા લોકો સામે જાહેરનામાના ભંગ બદલ કેસ કરવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારો તથા ટ્રાફિક જંકશન પર મૂકેલા સીસીટીવીમાં લોકડાઉન તથા જાહેરનામાનો ભંગ કરનાર ૪૪ જેટલા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા ૧૫ દિવસ દરમિયાન ૨૪૭૨ જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.

જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પંડયા વધુમાં જણાવ્યું કે, ઝડપાયેલા લોકોને કાગળ પરની કાર્યવાહી કર્યા બાદ જામીન ઉપર છોડી દેવામાં આવે છે. આ લોકોને બીજી વખત લોકડાઉનનું ઉલ્લંઘન ન કરવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા ૧૫ દિવસ દરમિયાન જિલ્લામાં રોજ સરેરાશ ૧૫૦ જેટલા લોકોને જાહેરનામાનો ભંગ કરવા બદલ અટક કરવામાં આવે છે.

જિલ્લામાં અફવા ફેલાવનારા ૮ની ધરપકડ
લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવા બદલ ૩ કેસ કરવામાં આવ્યા છે. જેમાં ૮ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચીખલી તથા ગણદેવી તાલુકાનાં બે ગામોમાં અમુક ચોક્કસ કોમના લોકો કોરોના વાઇરસ ફેલાવે છે તેવી પોસ્ટ વાઇરલ કરનાર બે જણાને ઓળખી કાઢી તેઓની ધરપકડ કરવામાં આવી છે. તેમણે આવી અફવાઓથી લોકોને દૂર રહેવા અનુરોધ કર્યો છે. અફવા ફેલાવનારા સામે છેલ્લા કેટલાક સમયથી કાર્યવાહી કરવા મક્કમ બની રહ્યું છે. આગામી દિવસોમાં આવા તત્ત્વો ભેરવાશે તે નક્કી છે.

નવસારીમાં ૧૮૬૫ની ધરપકડ, ૨૪૭૨ વાહન જપ્ત

Share Your Views In Comments Below