સંકટ દરમિયાન શરીરને સ્વસ્થ્ય બનાવી રાખવા વ્યક્તિની પોતાની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. ઘરે હાજર સામાન્ય ખાદ્ય પદાર્થો દ્વારા પણ રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. કેન્દ્ર સરકારના આયુષ વિભાગ મંત્રાલયે દેશના વિભિન્ન 16 વૈધોની સલાહના આધારે સ્વાસ્થ્ય માટેની એડવાઇઝરી જાહેર કરી છે.

પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગે પણ સરકારની જાહેર કરેલી એડવાઇઝરીનું પાલન કરવાનું નાગરિકોને જણાવ્યું છે. નવસારીના કાલિયાવાડી સ્થિત આયુર્વેદિક હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ઉર્વીબેન પટેલે જણાવ્યું કે, કેન્દ્રના આયુષ મંત્રાલયની એડવાઇઝરીમાં જે પદાર્થોની સેવનની સલાહ આપવામાં આવી છે તે ઐષધીય ગુણોથી ભરપુર છે.

આ પદાર્થોના કારણે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જો કોઇ વ્યક્તિને શરદી, ઉધરસના લક્ષણ દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. લોકોએ દિવસભર નવશેકુ ગરમ પાણી પીવું, ઘરે રહેવું, બહાર ન નિકળવું તેમજ ઘરે યોગાસન કરવા, પ્રાણાયામ અને ધ્યાન લગાવવાથી ઘણા ફાયદા થાય છે.

આ રહ્યો આયુર્વેદિક ઉપચાર, કરો અમલ
ભોજનમાં હળદર, જીરા, ધાણા પાવડર અને લસણનો ઉપયોગ જરૂર કરવા કહ્યુંં છે. રોજ સવારે 10 ગ્રામ ચ્યવનપ્રાશનુ સેવન કરવા તેમજ ડાયાબિટીસવાળા લોકો સુગર ફ્રી ચ્યવનપ્રાશ લે, તેમજ હર્બલ ચા, તુલસી, લવિંગ, સુકુ આદુ નાખીને દિવસના બે વાર પીવા તેમજ તેમાં ખાંડ અને લીબું પણ નાખીને સેવન કરી શકાય છે. ગરમ દુધમાં હળદર નાખીને દિવસમાં બે વાર સેવન કરવું ખુબ લાભદાયી છે. નાકમાં સવાર સાંજ તલનું તેલ, નારીયેળ તેલ અથવા ઘી લગાવવુ જોઇએ. મોઢામાં એક ચમચી તલનું તેલ કે નારિયેળનું તેલ ભરવુ અને તેને બે થી ત્રણ મિનીટ સુધી અંદર રાખવુ જોઇએ. આ પછી થૂંકી દઇને ગરમ પાણીના કોગળા કરવા જોઇએ. આવુ દિવસમાં ઓછામાં ઓછુ બે વાર કરવા અને ગરમ પાણીમાં ફુદીનો કે અજમો નાખીને સ્ટીમ થેરેપી લેવી- આવુ દિવસમાં એક વખત કરવુ. તેમજ મધમાં લવિંગનો પાઉડર નાખીને દિવસમાં 2 થી 3 વખત સેવન કરવુ તેનાથી ઉધરસમાં આરામ મળે છે તેમ આયુષ વિભાગે જણાવ્યુ છે.

દૂધમાં હળદરનું મિશ્રણ કરીને પીવું, અજમા અને ફુદીનાનું સેવન કરી રોગ પ્રતિકારક ક્ષમતા વધારો

Share Your Views In Comments Below