મિસ્ટર ઇન્ડિયા સ્પર્ધા 2019 માં ફર્સ્ટ રનર્સઅપ થયેલા જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામના યુવાન ઉપર ન્યુઝીલેન્ડમાં બનેલી મિસ્ટર ઇન્ડિયા નામની ડોક્યુમેન્ટરી ફિલ્મને ભારતના પશ્ચિમ બંગાળની ટાગોર આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી એવોર્ડ પ્રાપ્ત થયો હતો. સુલતાનપુર ગામના બોરી ફળીયાના વતની અને બારેક વર્ષ અગાઉ ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા પ્રતિક પટેલ નામના 31 વર્ષીય યુવાને 2019 માં દિલ્હીમાં યોજાયેલી મિસ્ટર ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લઇ ફર્સ્ટ રનર્સઅપનો ખિતાબ જીત્યો હતો. પ્રતિક પટેલે મેળવેલી આ ગૌરવપદ સિદ્ધિથી પ્રભાવિત થઇ ન્યુઝીલેન્ડની ફિલ્મ મેકર સ્ટોનહેજ ફિલ્મ કંપનીએ પ્રતિક પટેલની મિસ્ટર ઇન્ડિયા નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી.

જેના ડાયરેકટર જેમ્સ ફેન્ક જેનસેન હતા. આ ડોક્યુમેન્ટરી વિશ્વના 27 દેશોમાં રજૂ કરવામાં આવી હતી. હાલ આ ડોકયુમેન્ટરીનું અમેરિકાના ન્યૂજર્સી શોર ફિલ્મ ફેસ્ટવલ તથા ઇગ્લેન્ડના લંડન સ્થિત ન્યૂ ઇન્ડિ ફિલ્મ ફેસ્ટીવલ તેમજ ભારતના વેસ્ટ બંગાળના ટાગોર આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ જેવા 3 દેશોમાં સિલેકશન થઇ ચૂકયું છે. તે પૈકીના ટાગોર આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ તરફથી તાજેતરમાં જ શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. આ ડોક્યુમેન્ટરીમાં પ્રતિક પટેલ સાથે બોલીવુડ અભિનેતા અરબાઝખાન, ન્યૂઝીલેન્ડના અભિનેતા પીટર ફેની તથા આંતરરાષ્ટ્રીય અભિનેતા કમ મોડેલ કોલીન મથુરા જેફરી જેવા અન્ય ત્રણ ફિલ્મસ્ટાર પણ સામેલ હતા.

આ ડોકયુમેન્ટરી અંગ્રેજી ભાષામાં રજૂ થઇ હતી પરંતુ તેમાં ગુજરાતી અને હિન્દી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રતિક પટેલની આ મિસ્ટર ઇન્ડિયા નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ વિશ્વના 27 દેશોમાં ભારતનું નામ રોશન કરી રહી છે. જોકે હાલ લોકડાઉન કારણે અન્ય દેશોમાં તેના પરિણામો જાહેર થઇ શકયા નથી, તેમ છતાં બાકીના દેશોમાં પણ આ ડોકયુમેન્ટરી ફિલ્મ એવોર્ડ પ્રાપ્ત કરશે તેવી આશા પ્રતિક પટેલે વ્યકત કરી હતી. નવસારી જિલ્લાના સુલતાનપુરના પ્રતિક પટેલની આ સિદ્ધિથી સમગ્ર નવસારી જિલ્લાએ ગૌરવની લાગણી અનુભવી છે. માત્ર ભારત જ નહીં 27 દેશમાં દર્શાવાયેલી ડોક્યુમેન્ટરીને શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી એવોર્ડ મળતા ઉભરતા કલાકારો માટે પ્રેરણારૂપ બન્યો છે. 

ફિલ્મની તૈયારી માટે સઘન તાલીમ લીધી
મિસ્ટર ઇન્ડિયા ડોકયુમેન્ટરી ફિલ્મની તૈયારીના ભાગરૂપે ડાન્સ, ફેશન કેટવોક, તંદુરસ્તીની તાલીમ, એક પાત્રીય નાટક, સવાલ-જવાબ, જાહેરમાં બોલવુ તેમજ અલગ-અલગ ભાષા બોલવા જેવી અનેક પ્રકારની તાલીમ લીધી હતી. તરાના ઇન્ડિયન રેડિયો ઉપર બે વખત ઇન્ટરવ્યુ પણ આપ્યા હતા. હવે પછીનું મારૂ આગળનું લક્ષ્ય બોલીવુડ તથા હોલીવુડની ફિલ્મોમાં કામ કરવાનું છે. - પ્રતિક પટેલ, મિ.ઇન્ડિયા ડોકયુમેન્ટરી ફિલ્મના અભિનેતા

નવસારીના યુવાન પર બનેલી ડોક્યુમેન્ટરીને ટાગોર આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં શ્રેષ્ઠ એવોર્ડ

Share Your Views In Comments Below