નવસારીના રાયચંદ રોડ ખાતે 43 વર્ષ ની પરણીતા તેના પતિ અને પરિવાર સાથે રહે છે. તેણીને 6 માસ પહેલા પેટમાં દુખાવો થયો હતો. અને તેમણે ઘણા તબીબોને બતાવ્યું હતું સારવાર પણ લીધી હતી. પણ તે સારું ન થયું હતું, આ પરણીતાએ બે દિવસ પહેલા કબીલપોર ખાતે આવેલ કેજલ લાઈફ ઇન હોસ્પિટલમાં ફરજ બજવતા ગાયકોનોલોજીસ્ટ ડો.રજનીકાન્ત વાઘેલા પાસે તપાસ કરાવી હતી. 

આ બાબતે તબીબે તેણીનું ચેકઅપ અને સીટી સ્કેન કરાવ્યું હતું જેમાં મહિલાનાં પેટમાં ગર્ભાશય બાજુ ગાંઠ હોવાનું જાણ થઈ હતી, અને કદાચ જીવલેણ રોગની ગાંઠ હોય તેમ શક્યતા જતા આજે 25 મે સોમવારનાં રોજ ડો.રજનીકાંત વાઘેલાની ટીમેં સવારે ઓપરેશન કર્યું અને દોઢ કલાકની સર્જરી બાદ મહિલાનાં પેટમાંથી ગાંઠ સફળતા પૂર્વક કાઢવામાં આવી હતી અને તેનું વજન કરતા આઠ કિગ્રા જેટલું વજન થયુ હતું. નવસારીમાં સર્જરીની પહેલી આવી ઘટના છે.

બે દિવસમાં દર્દી સ્વસ્થ અને સુરક્ષિત
રાયચંદ રોડ ખાતે રહેતી મહિલા બે દિવસ પહેલા અમારા હોસ્પિટલમાં આવી અને તેમણે પેટમાં દુખાવાની ફરિયાદ કરી. તેનું સીટી સ્કેન અને સોનોગ્રાફી કરાવતા અંડાશયમાં 25 x 12 સેમી ની સ્ક્વેર સાઈજની ગાંઠ જોવા મળી. સોમવારે ગાંઠ કાઢવાનું ઓપરેશન થયું દોઢ કલાક સર્જરી કરી,આઠ કિગ્રાની ગાંઠ નીકળી ઉપરાંત ગર્ભાશયની બન્ને બાજુની અલી અને અંડાશય પણ કાઢવામાં આવ્યા છે. ગાંઠને અમુક રોગો છે કે કેમ! તે માટે પેથોલોજી લેબમાં મોકલી છે ત્યાર બાદ રીપોર્ટ આવ્યા બાદ આગળની સારવાર થશે. - ડો.રજનીકાંત વાઘેલા,ગાયનેકોલોજિસ્ટ, કેજલ લાઈફ ઇન, કબીલપોર

નવસારીમાં દર્દીના પેટમાંથી 8 કિગ્રાની ગાંઠ કાઢવાની પ્રથમ ઘટના

Share Your Views In Comments Below